Bible Versions
Bible Books

Genesis 25 (GUV) Gujarati Old BSI Version

1 અને ઇબ્રાહિમે ફરી પત્ની કરી કે, જેનું નામ કટૂરા હતું.
2 અને તેને પેટે ઝિમ્રાન તથા યોકશાન તથા મદાન તથા મિદ્યાન તથા યિશ્બાક તથા શૂઆ, દિકરા તેને થયા.
3 અને યોકશાનથી શબા તથા દદાન થયા. અને આશૂરિમ તથા લટુશીમ તથા લૂમીમ દદાનના દિકરા હતા.
4 અને એફા તથા એફેર તથા હનોખ તથા અબીદા તથા એલ્દાહ મિદ્યાનના દિકરા. સર્વ કટૂરાના ફરજંદ હતાં.
5 અને ઇબ્રાહિમે પોતાનું જે સર્વસ્વ હતું તે ઇસહાકને આપ્યું.
6 પણ ઇબ્રાહિમની ઉપપત્નીના દિકરાઓને ઇબ્રાહિમએ કેટલીક બક્ષિસો આપીને તેઓને પોતાની હયાતીમાં પોતાના દિકરા ઇસહાક પાસેથી પૂર્વ તરફના દેશમાં મોકલી દીધા.
7 અને ઇબ્રાહિમે જે આયુષ્ય ભોઉવ્યું તેનાં વર્ષ એકસો પંચોતેર હતાં.
8 ત્યારે પછી ઇબ્રાહિમે પ્રાણ મૂક્યો, અને વૃદ્ધ તથા પાકટ વયનો થઈને તે બહુ ઘડપણમાં મરણ પામ્યો; અને તે પોતાના પૂર્વજોની સાથે મળી ગયો.
9 અને તેના દિકરા ઇસહાકે તથા ઇશ્માએલે માખ્પેલાની ગુફામાં, એટલે મામરેની સામે સોહાર હિત્તીના દિકરા એફ્રોનના ખેતરમાં, તેને દાટયો.
10 હેથના દિકરાઓ પાસેથી જે ખેતર ઇબ્રાહિમે વેચાતું લીધું હતું, તેમાં ઇબ્રાહિમ તથા તેની પત્ની સારા દટાયાં.
11 અને એમ થયું કે ઇબ્રાહિમના મરણ પછી તેના દિકરા ઇસહાકને ઈશ્વરે આશીર્વાદ આપ્યો; અને ઇસહાક બેર-લાહાય-રોઈ પાસે રહ્યો.
12 હવે ઇબ્રાહિમનો દીકરો ઇશ્માએલ જે સારાની દાસી હાગાર મિસરીને પેટે ઇબ્રાહિમથી જન્મ્યો હતો, તેની વંશાવાળી છે:
13 અને ઇશ્માએલના દિકરાઓનાં નામ, પોતપોતાનાં નામ તથા પોતપોતાની પેઢીઓ પ્રમાણે છે: એટલે ઇશ્માએલનો પ્રથમજનિત નબાયોથ, પછી કેદાર તથા આદબેલ તથા મિબ્સામ,
14 ને મિશમા તથા દુમા તથા માસ્સા;
15 અને હદાદ તથા તેમા તથા યટુર તથા નાફીશ તથા કેદમા.
16 ઇશ્માએલના દિકરા એ, ને તેઓનાં ગામો તથા મુકઅમો પ્રમાણે તેઓનાં નામ હતાં; અને તેઓ તેઓનાં કુળોના બાર સરદારો હતા.
17 અને ઇશ્માએલના આયુષ્યનાં વર્ષ એક સો આડત્રીસ હતાં; અને તે પ્રાણ છોડીને મરી ગયો, ને તેના પૂર્વજોની સાથે મળી ગયો.
18 અને હવીલાથી આશૂર જતાં મિસર દેશની સામેના શૂર સુધી તેઓ વસ્યા હતા; અને તે પોતાના સર્વ ભાઈઓની સામે વસ્યો હતો.
19 અને ઇબ્રાહિમના દિકરા ઇસહાકની વંશાવાળી છે: ઇબ્રાહિમથી ઇસહાક થયો:
20 અને ઇસહાક અરામી લાબાનની બહેન પાદાનારામના અરામી બથુએલની દીકરી રિબકા સાથે પરણ્યો ત્યારે તે ચાળીસ વર્ષનો હતો.
21 અને ઇસહાકની પત્ની નિ:સંતાન હતી માટે તેણે તેને માટે યહોવાની પ્રાર્થના કરી. અને યહોવાએ તેની પ્રાર્થના માન્ય કરી, ને તેની પત્ની રિબકા ગર્ભવતી થઈ.
22 અને છોકરાઓએ તેના પેટમાં બાઝાબાઝ કરી; અને તેણે કહ્યું, “જો એમ છે તો હું કેમ જીવતી છું?” અને તે યહોવાને પૂછવા ગઈ.
23 અને યહોવાએ તેને કહ્યું, “તારા પેટમાં બે કુળ છે, ને તારા પેટમાંથી બે પ્રજાઓ ભિન્‍ન થશે; અને એક પ્રજા બીજી પ્રજા કરતાં બળવાન થશે; અને મોટો નાનાનો દાસ થશે.”
24 અને તેની ગર્ભાવસ્થાના દિવસ પૂરા થયા, ત્યારે જુઓ, તેના પેટમાં જોડકું હતું.
25 અને પહેલો લાલ નીકળ્યો, તે તમામ રૂઆંટીવાળા લૂગડા સરખો હતો; અને તેઓએ તેનું નામ એસાવ પાડયું.
26 ત્યાર પછી તેનો ભાઈ એસાવની એડી હાથમાં પકડીને નીકળ્યો; અને તેનું નામ યાકૂબ પાડવામાં આવ્યું. અને તેણે તેઓને જન્મ આપ્યો, ત્યારે ઇસહાક સાઠ વર્ષનો હતો.
27 અને તે છોકરા મોટા થયા: અને એસાવ‍ચતૂર શિકારી તથા જંગલમાં ફરનાર માણસ હતો, પણ યાકૂબ સુંવાળો માણસને માંડવાઓમાં રહેનાર હતો.
28 ઇસહાક એસાવ પર પ્રેમ કરતો હતો, કેમ કે તે તેનો શિકાર ખાતો હતો; પણ રિબકા યાકૂબ પર પ્રેમ કરતી હતી.
29 હવે યાકૂબે શાક રાંધ્યું હતું; એવામાં એસાવ ખેતરમાંથી આવ્યો, ને તે થાકેલો હતો,
30 અને એસાવે વિનંતી કરીને યાકૂબને કહ્યું, “પેલા લાલ શાકમાંથી મને ખાવાને આપ, કેમ કે હું નિર્ગત થઈ ગયો છું;” માટે તેનું નામ “અદોમ કહેવાયું.
31 અને યાકૂબે કહ્યું, “આજે તું તારું જયેષ્ઠપણું મને વેચાતું આપ.”
32 અને જયેષ્ઠપણું મારા શા કામમાં આવવાનું છે?”
33 અને યાકૂબે કહ્યું “આજે મારી આગળ સમ ખા; અને પોતાનું જયેષ્ઠપણું યાકૂબને વેચી દીધું.
34 અને યાકૂબે એસાવને રોટલી તથા દાળનું બનાવેલું શાક આપ્યાં. અને તેણે ખાધું તથા પીધું, ને ઊઠીને ચાલ્યો ગયો. એમ એસાવે પોતાનું જયેષ્ઠપણું હલકું ગણ્યું.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×