Bible Versions
Bible Books

Genesis 28 (GUV) Gujarati Old BSI Version

1 અને ઇસહાકે યાકૂબને બોલાવીને તેને આશીર્વાદ આપ્યો, ને તેને આજ્ઞા આપીને કહ્યું. “કનાન દેશની દીકરીઓમાંથી તું પત્ની લે.
2 ઊઠ, પાદાનારામમાં તારી માના પિતા બથુએલને ઘેર જા; અને ત્યાંથી તારા મામા લાબાનની દીકરીઓમાંથી તું તારે માટે પત્ની લે.
3 અને સર્વ સમર્થ ઈશ્વર તને આશીર્વાદ આપો, ને તને સફળ કરો, ને તને વધારો કે, તારાથી ઘણાં કુળ થાય.
4 અને ઇબ્રાહિમને આપેલા આશીર્વાદ, તે તને તથા તારી સાથે તારાં સંતાનને પણ આપે કે, ઇબ્રાહિમને ઈશ્વરે આપેલો દેશ જેમાં તું પ્રવાસી છે તેનું તું વતન પામે.”
5 અને ઇસહાકે યાકૂબને વિદાય કર્યો. અને તે પાદાનારામમાં લાબાન જે બથુએલ અરામીનો દીકરો ને યાકૂબ તથા એસાવની મા રિબકાનો ભાઈ હતો તેને ત્યાં ગયો.
6 અને એસાવે જોયું કે ઇસહાકે યાકૂબને આશીર્વાદ આપ્યો છે, ને પોતાને માટે પત્ની લેવાને તેને પાદાનારામમાં મોકલ્યો ચે. અને એને આશીર્વાદ આપતાં એવી આપી છે કે કનાન દેશની દીકરીઓમાંથી તું પત્ની લે.
7 અને યાકૂબ પોતાનાં માતાપિતાની માનીને પાદાનારામમાં ગયો.
8 અને એસાવે જોયું કે મારા પિતા ઇસહાકને કનાન દેશની દીકરીઓ ગમતી નથી;
9 ત્યારે એસાવ ઇશ્માએલની પાસે ગયો, ને ઇબ્રાહિમના દિકરા ઇશ્માએલની દીકરી માહાલાથ, જે નબાયોથની બહેન, તેને તેણે પોતાની પત્નીઓ ઉપરાંત પત્ની કરી.
10 અને યાકૂઅ બેર-શેબાથી નીકળીને હારાન તરફ ગયો.
11 અને તે એક જગાએ આવી પહોંચ્યો ને ત્યાં રાત રહ્યો, કારણ કે સૂર્ય આથમી ગયો હતો; અને તેણે તે જુગામાંનો એક પથ્થર લઈને તેને પોતાના માથા નીચે મૂક્યો, ને તે ઠેકાણે તે સૂઈ ગયો.
12 અને તેને સ્વપન આવ્યું. અને જુઓ, એક સીડી પૃથ્વી પર ઊભી કરેલી હતી, ને તેની ટોચ આકાશ સુધી પહોંચી હતી; અને જુઓ, તેના પર ઈશ્વરના દૂત ચઢતા ને ઊતરતા હતા.
13 અને જુઓ, તેના ઉપર યહોવા ઊભા રહ્યા હતા, ને તે બોલ્યા, “હું યહોવા તારા પિતા ઇબ્રાહિમનો ઈશ્વર તથા ઇસહકનો ઈશ્વર છું. જે ભૂમિ પર તું સૂતો છે તે હું તને તથા તારાં સંતાનને આપીશ.
14 અને પૃથ્વીની રજ જેટલાં તારાં સંતાન થશે, ને તું પૂર્વપશ્ચિમ તથા ઉત્તરદક્ષિણ ફેલાશે, ને તારામાં તથા તારાં સંતાનમાં પૃથ્વીનાં સર્વ ગોત્રો આશીર્વાદ પામશે.
15 અને જો, હું તારી સાથે છું, ને જ્યાં તું જશે ત્યાં સર્વ ઠેકાણે હું તને સંભાળીશ, ને દેશમાં હું તને પાછો લાવીશ; કેમ કે જે મેં તને કહ્યું છે, તે પૂરું કર્યા વગર હું તને નહિ મૂકીશ.”
16 અને યાકબ જાગી ઊઠયો, ને તેણે કહ્યું, “ખચીત યહોવા સ્થળે છે. અને મેં તે જાણ્યું નહિ.”
17 અને તે બીધો, ને બોલ્યો, “આ જગા કેવી ભયાનક છે! ઈશ્વરના ઘર વગર બીજું કંઈ નથી, ને તો આકાશનું દ્વાર છે.”
18 અને યાકૂબ મોટી સવારે ઊઠયો, ને જે પથ્થર તેણે માથા નીચે મૂકયો હતો તે લઈને તેણે સ્તંભ તરીકે તે ઊભો કર્યો, ને તેના પર તેલ રેડયું.
19 અને તેણે તે જગાનું નામ બેથેલ પાડયું! પણ પહેલાં તે નગરનું નામ લૂઝ હતું.
20 અને યાકૂબે એવી માનતા લીધી, “જો ઈશ્વર મારી સાથે રહેશે, ને જે માર્ગમાં હું જાઉં છું તેમાં મને સંભાળશે, ને મને ખાવાનું અન્‍ન ને પહેરવાનાં કપડાં આપશે,
21 ને જો હું શાંતિએ મારા પિતાને ઘેર પાછો આવીશ, તો યહોવા મારા ઈશ્વર થશે.
22 અને પથ્થર જે મેં સ્તંભ તરીકે ઊભો કર્યો છે, તે ઈશ્વરનું ઘર થશે; અને જે તમે મને આપશો તે સર્વનો દશાંશ હું તમને ખચીત આપીશ.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×