Bible Versions
Bible Books

Genesis 34 (GUV) Gujarati Old BSI Version

1 અને લેઆની દીકરી દીના જે તેને યાકૂબથી થઈ હતી, તે તે દેશની સ્‍ત્રીઓને મળવા નીકળી.
2 અને હમોર હિવ્વી જે દેશનો સરદાર હતો તેના દિકરા શખેમે તેને જોઈ. અને તેને લીધી, ને તેની સાથે સૂઈને તેની આબરૂ લીધી.
3 અને યાકૂબની દીકરી દીના પર તેનું દિલ ચોંટી ગયું, ને તેણે તે છોકરી પર પ્રેમ કર્યો, ને તેની સાથે હેતથી બોલ્યો.
4 અને શખેમે તેના પિતા હમોરને કહ્યું, “આ છોકરીની સાથે મારું લગ્ન કરાવી આપો.”
5 અને યાકૂબે સાંભળ્યું કે મારી દીકરી દીનાની તેણે આબરૂ લીધી છે. અને તેના દિકરા ખેતરમાં ઢોરની પાસે હતા; અને તેઓના આવ્યા સુધી યાકૂબ છાનો રહ્યો.
6 અને શખેમનો પિતા હમોર યાકૂબની સાથે વાતચીત કરવાને તેની પાસે ગયો.
7 અને યાકૂબના દીકરઓ સાંભળીને ખેતરમાંથી આવ્યા. અને તેઓએ શોક કર્યો, ને તેઓને બહુ રોષ ચઢયો, કેમ કે તેણે યાકૂબની દીકરી સાથે સૂઈને ઇઝરાયેલમાં મૂર્ખપણું કર્યું હતું; કામ કરવું અણઘટતું હતું.
8 અને હમોર તેઓની સાથે વાતચીત કરીને બોલ્યો, “મારા દિકરા શખેમનો જીવ તમારી દીકરી પર મોહિત થયો છે. કૃપા કરીને તેને તેની સાથે પરણાવો.
9 અને આપણે અરસપરસ વિવાહ કરીએ; એટલે તમારી દીકરીઓ અમને આપો, ને અમારી દીકરીઓ તમે લો.
10 અને અમારી સાથે તમે રહો. દેશ તમારી આગળ છે; તેમાં તમે રહીને વેપાર કરો, ને તેમાં માલમિલકત મેળવો.”
11 નઅએ શખેમે તેના પિતા તથા તેના ભાઈઓને કહ્યું, “જો હું તમારી દષ્ટિમાં કૃપા પામું, તો તમે મને જે કહેશો તે હું તમને આપીશ.
12 તમે મારી પાસે પલ્લું તથા બક્ષિસ ગમે તેટલાં માગોમ ને જે તમે મને કહેશો તે પ્રમાણે આપીશ; પણ છોકરી મારી પત્ની થવા માટે મને આપો.”
13 અને તેઓની બહેન દીનાની તેણે આબરૂ લીધી હતી, તે માટે યાકૂબના દિકરાઓએ શખેમ તથા તેના પિતા હમોરને કપટથી ઉત્તર આપ્યો.
14 અને તેઓએ તેઓને કહ્યું, “જે માણસની સુન્‍નત થઈ હોય તેને અમારી બહેન આપવી કામ અમે કરી નથી શકતા, કેમ કે તેથી અમારું અપમાન થાય.
15 ફકત શરતે અમે તમારું માનીએ કે, અમારી જેમ તમારા સર્વ પુરુષોની સુન્‍નત કરાય.
16 પછી અમે અમારી દીકરીઓ તમને આપીએ, ને તમારી દીકરીઓ અમે લઈએ, ને તમારામાં અમે રહીએ, ને આપણે એક લોક થઈએ.
17 પણ જો સુન્‍નત કરવા વિષે તમે અમારું સાંભળો, તો અમે અમારી કન્યાને લઈને ચાલ્યા જઈશું.”
18 અને તેઓની વાત હમોર તથા હમોરના દિકરા શખેમને સારી લાગી.
19 અને તે જુવાને તે પ્રમાણે કરવામાં વાર લગાડી, કેમ કે તે યાકૂબની દીકરી પર મોહિત થયેલો હતો; અને તે તેના પિતાના ઘરમાં સર્વ કરતાં માનીતો હતો.
20 પછી હમોર તથા તેનો દીકરો શખેમ તેમના નગરના દરવાજે આવ્યા, ને તેમના નગરના માણસો સાથે વાતચીત કરીને કહ્યું,
21 “આ માણસો આપણી સાથે સંપીલા રહે છે, તે માટે તેઓને દેશમાં રહેવા દો, ને વેપાર કરવા દો; કેમ કે જુઓ, દેશ તેઓની આગળ વિશાળ છે, આપણે તેઓની દીકરીઓ લઈએ, ને આપણી દીકરીઓ તેઓને આપીએ.
22 પણ શરતે તેઓ આપણી સાથે રહેવા તથા એક લોક થવાને રાજી થશે, એટલે કે જેમ તેઓની સુન્‍નત કરાય છે, તેમ આપણામાંના દરેક પુરુષની સુન્‍નત કરાય.
23 તેઓનાં ટોળાં તથા તેઓની સંપત્તિ તથા તેઓનાં ઢોરઢાંક, શું આપણાં નહિ થાય? કેવળ આપણે તેઓનું માનીએ એટલે તેઓ આપણી મધ્યે રહેશે.”
24 અને જેઓ શહેરના દરવાજેથી નીકળતઅ હતા તે બધાએ હમોર તથા તેના દિકરા શખેમની વાત માની, અને તેના શહેરના દરવાજે થઈને જનારા સર્વ પુરુષોની સુન્‍નત કરવામાં આવી.
25 અને ત્રીજે દિવસે એમ થયું કે, તેઓ પીડાતા હતા, ત્યારે યાકૂબના બે દિકરા શિમયોન તથા લેવી જેઓ દીનાના ભાઈઓ હતા તેઓએ પોતાનિ એકેક તરવાર લઈને નગર પર ઓચિંતા આવીને સર્વ પુરુષોને મારી નાખ્યા.
26 અને તેઓએ હમોરને તથા તેના દિકરા શખેમને તરવારની ધારથી માર્યા, ને શખેમના ઘેરથી દીનાને લઈ ગયા.
27 યાકૂબના દિકરાઓએ મારી નંખાયેલા પર આવીને નગર લૂંટયું, કેમ કે તેઓની બહેનને તેઓએ અશુદ્ધ કરી હતી.
28 તેઓનાં ઘેટાંબકરાં તથા તેઓનાં ઢોર તથા તેઓનાં ગધેડાં તથા નગરમાં તથા ખેતરમાં જે કંઈ હતું તે તેઓએ લઈ લીધું.
29 અને તેઓનું સર્વ દ્રવ્ય તથા તેઓનાં સર્વ બાળકો, ને તેઓની સ્‍ત્રીઓ તેઓએ લઈ લીધાં, ને જે કંઈ તેઓનાં ઘરમાં હતું તે પણ લૂંટી લીધું.
30 અને શિમયોનને તથા લેવીને યાકૂબે કહ્યું, “તમે દેશના રહેવાસીઓમાં એટલે કનાનીઓમાં તથા પરિઝીઓમાં મને ધિકકારપાત્ર કરાવ્યાથી કાયર કર્યો છે; અને મારા માણસ થોડા છે, માટે તેઓ મારી સામા એકઠા થઈને મને મારશે; અને મારો વિનાશ થશે, મારો તથા મારા ઘરનાંનો.”
31 અને તેઓએ કહ્યું, “તેઓ વેશ્યાની સાથે વર્તે તેમ અમારી બહેનની સાથે વર્તે શું?”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×