Bible Versions
Bible Books

Genesis 7 (GUV) Gujarati Old BSI Version

1 અને યહોવાએ નૂહને કહ્યું, “તું ને તારા ઘરનાં બધાં માણસો વહાણમઆં આવો; કેમ કે પેઢીમાં મેં તને મારી સમક્ષ ન્યાયી જોયો છે.
2 સર્વ શુદ્ધ પશુઓમાંથી સાત સાત નરનારી ને અશુદ્ધ પશુઓમાંથી બબ્બે નરનારી, તું તારી સાથે લે.
3 અને આકાશનાં પક્ષીઓમાંનાં સાત સાત નરમાદા, આખી પૃથ્વી પર બીજ રાખવા માટે લે.
4 કેમ કે સાત દિવસ પછી હું પૃથ્વી પર ચાળીસ દિવસ તથા ચાળીસ રાત સુધી વરસાદ વરસાવીશ; અને જે સર્વ પ્રાણીઓ મેં ઉત્પન્‍ન કર્યાં છે, તેઓનો નાશ હું પૃથ્વી પર કરીશ.”
5 અને યહોવાએ જે સર્વ તેને આપી હતી તે પ્રમાણે નૂહે કર્યું.
6 અને પૃથ્વી પર જળપ્રલય થયો, ત્યારે નૂહે છસો વર્ષનિ હતો.
7 અને નૂહ તથા તેના દિકરા તથા તેની પત્ની તથા તેના દિકરાઓની પત્નીઓ જળપ્રલયને લીધે વહાણમાં ગયાં.
8 શુદ્ધ પશુઓ તથા અશુદ્ધ પશુઓ, તથા પક્ષીઓ, તથા પૃથ્વી પર સર્વ પેટે ચાલનારાં પ્રાણીઓ,
9 તેઓમાંનાં બબ્બે એટલે નર તથા માદા, જેમ ઈશ્વરે નૂહને આપી હતી, તેમ નૂહની પાસે વહાણમાં ગયાં.
10 અને એમ થયું કે સાત દિવસ પછી પૃથ્વી પર જળપ્રલય થયો.
11 નૂહના આયુષ્યનાં છસોમા વર્ષના બીજા મહિનાને સત્તરમેં દિવસે, તે દિવસે મોટા જળનિધિના ઝરા ફૂટી નીકળ્યા ને આકાશનાં દ્વારો ઊઘડી ગયાં,
12 અને ચાળીસ દિવસ તથા ચાળીસ રાત પૃથ્વી પર વરસાદ વરસ્યો.
13 તે દિવસે નૂહ તથા તેના દિકરા, શેમ, હામ ને યાફેથ, તથા નૂહની પત્ની તથા તેના દિકરાઓની ત્રણ પત્નીઓ વહાણમાં ગયાં.
14 તેઓ તથા પોતપોતાની જાત પ્રમાણે હરેક જનાવર, તથા પોતપોતાની જાત પ્રમાણે સર્વ પશુ, તથા પોતપોતાની જાત પ્રમાણે હરેક પેટે ચાલનારું પ્રાણી, જે પૃથ્વી પર ચાલે છે તે, ને પોત પોતાની જાત પ્રમાણે હરેક જાતનાં મોટાં તથા નાનાં પક્ષીઓ વહાણમાં ગયાં.
15 અને સર્વ દેહધારી જાત જેમાં જીવનનો શ્વાસ છે, તેમાંથી બબ્બે નૂહ પાસે વહાણમાં ગયાં.
16 અને તેમાં જે ગયાં તે સર્વ પ્રાણીઓમાંનાં નરનારી, જેમ ઈશ્વરે તેને આપી હતી, તેમ તેઓ ગયાં; અને યહોવાએ તેને તેમાં બંધ કર્યો.
17 અને પૃથ્વી પર ચાળીસ દિવસ સુધી જળપ્રલય હતો. અને પાણીએ વધીને વહાણને તરતું કર્યું, ને તે પૃથ્વી પરથી ઊંચકાયું.
18 અને પાણી વધ્યું, ને પૃથ્વી પર બહુ ચઢયું; અને પાણી પર વહાણ ચાલ્યું.
19 અને પૃથ્વી પર પાણી ઘણું ચઢયું, અને આખ આકાશ નીચેના સર્વ ઊંચા પર્વત ઢંકાઈ ગયા.
20 પર્વતો પર પંદર હાથ સુધી‍ પાણી ચઢયું; અને પહાડો ઢંકાઈ ગયા.
21 અને પૃથ્વી પર ફરનાર પ્રાણીઓ, એટલે પક્ષી તથા ઢોર તથા વનપશુ, તથા જીવજંતુ જેઓ પૃથ્વી પર છે, તેઓ તથા સર્વ માણસ મરી ગયાં.
22 કોરી જમીન પર સર્વ રહેનાર, જેઓનાં નસકોરાંમાં જીવનનો શ્વાસ હતો, તેઓ મરી ગયાં.
23 અને પૃથ્વીના સર્વ જીવ નષ્ટ થયા, એટલે માણસ તથા પશુ તથા પેટે ચાલનારાં તથા આકાશનાં પક્ષી પૃથ્વી પરથી નષ્ટ થયાં; અને નૂહ તથા તેની સાથે જે વહાણમાં હતાં એકલાં તેઓ બચ્યાં.
24 અને દોઢસો દિવસ સુધી પૃથ્વી પર પાણીનું જોર ચાલ્યું.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×