Bible Versions
Bible Books

Genesis 9 (GUV) Gujarati Old BSI Version

1 અને ઈશ્વરે નૂહને તથા તેના દિકરાઓને આશીર્વાદ આપ્યો, ને તેઓને કહ્યું, “સફળ થાઓ, ને વધો, ને પૃથ્વીને ભરપૂર કરો.
2 અને પૃથ્વીનાં સર્વ પશુઓ, તથા આકાશનાં સર્વ પ્રાણીઓ, તથા પૃથ્વી પર સર્વ પેટે ચાલનારાં પ્રાણીઓ, તથા સમુદ્રનાં સર્વ માછલાં, સર્વ તમારાથી બીશે તથા ડરશે. તેઓ તમારા હાથમાં આપેલાં છે.
3 પૃથ્વી પર હરેક ચાલનાર પ્રાણી તમારે માટે ખોરાક તરીકે થશે. લીલા શાકની પેઠે મેં તમને સર્વ આપ્યાં છે.
4 પણ માંસ તેના જીવ સુદ્ધાં, એટલે રક્ત સુદ્ધાં, ખાશો.
5 અને તમારા જીવના રક્તનો બદલો હું ખચીત માગીશ. હરેક પશુની પાસેથી હું તે માગીશ. અને માણસની પાસેથી, એટલે હરેક માણસના ભાઈ પાસેથી એટલે હરેક માણસના ભાઈ પાસેથી માણસના જીવનો બદલો હું માગીશ.
6 માણસનું રક્ત જે કોઈ વહેવડાવે, તેનું રક્ત માણસથી વહેવડાવવામાં આવશે, કેમ કે ઈશ્વરે પોતાની પ્રતિમા પ્રમાણે માણસને ઉત્પન્‍ન કર્યું.
7 અને તેમ સફળ થાઓ, ને વધો; અને પૃથ્વીમાં પુષ્કળ વંશ વધારો, ને તેમાં વધતા જાઓ.”
8 અને નૂહ તથા તેના દિકરાઓને ઈશ્વરે કહ્યું,
9 “જુઓ, તમારી સાથે, તથા તમારી પાછળ થનાર તમારાં સંતાનની સાથે હું મારો કરાર સ્થાપન કરું છું.
10 aએન તમારી સાથેના હરેક સજીવ પ્રાણી સાથે એટલે પક્ષી તથા ઢોર તથા પૃથ્વીનાં સર્વ જનાવર, ને વહાણમાંથી નીકળેલાં સર્વ જનાવર, તે સર્વની સાથે હું મારો કરાર સ્થાપન કરું છું.
11 અને તમારી સાથે હું મારો કરાર સ્થાપન કરું છું કે, જળપ્રલયના પાણીથી સર્વ‍પ્રાણીનો નાશ ફરી નહિ થશે. અને પૃથ્વીનો નાશ કરવાને જળપ્રલય કદી નહિ થશે.”
12 અને ઈશ્વરે કહ્યું, “મારી ને તમારી વચ્ચે, તથા તમારી સાથે જે હરેક સજીવ પ્રાણી છે તેની ને મારી વચ્ચે જે કરાર પેઢી દરપેઢીને માટે હું કરું છું તેનું ચિહ્ન છે:
13 એટલે મારું ધનુષ્ય હું વાદળામાં મૂકું છું, ને તે મારી તથા પૃથ્વીની વચ્ચેના કરારનું ચિહ્ન થશે.
14 અને એમ થશે કે પૃથ્વી પર હું વાદળ લાવીશ, ત્યારે વાદળમાં તે ધનુષ્ય દેખાશે.
15 અને મારી ને તમારી વચ્ચે, તથા સર્વ દેહધારી પ્રાણીની વચ્ચે મારો જે કરાર છે તે હું સંભારીશ; અને સર્વ દેહધારી પ્રાણીની વચ્ચે મારો જે કરાર છે તે હું સંભારીશ; અને સર્વ સજીવ પ્રાણીનો નાશ કરવાને માટે ફરી પાણીનો પ્રલય નહિ થશે.
16 અને ધનુષ્ય વાદળમાં થશે; અને ઈશ્વર તથા પૃથ્વીનાં સર્વ દેહધારીમાંના હરેક સજીવ પ્રાણીની વચ્‍ચે, જે સર્વકાળનો કરાર છે તે સંભારવાને હું ધનુષ્યની સામે જોઈશ.”
17 અને ઈશ્વરે નૂહને કહ્યું, “મારી તથા પૃથ્વીનાં સર્વ દેહધારીની વચ્ચે જે કરાર મેં કર્યો છે તેનું ચિહ્ન છે.”
18 અને નૂહના દિકરા જેઓ વહાણમાંથી નીકળ્યા તે શેમ તથા હામ તથા યાફેથ હતા; અને હામ કનાનનો પિતા હતો.
19 નૂહના ત્રણ દિકરા હતા; અને તેઓથી આખી પૃથ્વીની વસતિ થઈ.
20 અને નૂહ ખેતી કરવા લાગ્યો, ને તેણે દ્રાક્ષાવાડી રોપી.
21 અને દ્રાક્ષારસ પીને તે પીધેલો થયો; અને પોતાના તંબુમાં તે ઉઘાડો હતો.
22 અને કનાનના પિતા હામે પોતાના પિતાની નગ્નતા જોઈ ને બહાર જઈને પોતાના બે ભાઈઓને કહ્યું.
23 અને શેમ તથા યાફેથે એક લૂંગડું પોતાના બન્‍ને ખભે લઈને ને પાછે પગે જઈને પોતાના પિતાની નગ્નતા ઢાંકી. અને તેઓનાં મોં ફેરવેલાં હતાં, ને તેઓએ પોતાના પિતાની નગ્નતા જોઈ નહિ.
24 અને નૂહ તેના દ્રાક્ષારસના કેફમાંથી શુદ્ધિમાં આવ્યો ને તેના નાના દિકરાએ જે કર્યું હતું તે તેણે જાણ્યું.
25 અને તેણે કહ્યું, “કનાન શાપિત હો; તે પોતાના ભાઈઓને માટે દાસનો દાસ થશે.”
26 વળી તેણે કહ્યું, “યહોવા, શેમનો ઈશ્વર, તેમને સ્તુતિ થાઓ; અને કનાન શેમનો દાસ થાઓ.
27 યાફેથને ઈશ્વર વધારો, ને તે શેમના મંડપમાં રહો; અને કનાન તેનો દાસ થાઓ.”
28 અને જળપ્રલય પછી નૂહ સાડીત્રણસો વર્ષ જીવ્યો.
29 અને નૂહના સર્વ દિવસો સાડીનવસો વર્ષ હતાં. પછી તે મરી ગયો.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×