Bible Versions
Bible Books

Hebrews 6 (GUV) Gujarati Old BSI Version

1 માટે, ખ્રિસ્ત વિષેનાં મૂળતત્વોનો ઉપદેશ પડતો મૂકીને આપણે સંપૂર્ણતા સુધી આગળ વધીએ; અને નિર્જીવ કામો સંબંધીના પસ્તાવાનો તથા ઈશ્વર પરના વિશ્વાસનો,
2 તથા બાપ્તિસ્માઓ સંબંધીના ઉપદેશનો તથા હાથ મૂકવાનો તથા મરી ગયેલાંઓના પુનરુત્થાનનો તથા અનંતકાળના ન્યાયકરણનો ફરીથી પાયો નાખીએ.
3 અને જો ઈશ્વરની ઇચ્છા હોય તો આપણે એમ કરીશું.
4 કેમ કે જેઓ એક વાર પ્રકાશિત થયા, જેઓએ સ્વર્ગીય દાનોનો અનુભવ લીધો, જેઓ પવિત્ર આત્માના ભાગીદાર પણ થયા,
5 અને જેઓએ ઈશ્વરનાં ઉત્તમ વચનોનો તથા આવનાર યુગના પરાક્રમનો અનુભવ કર્યો,
6 અને ત્યાર પછી પતિત થયા, તેઓની પાસે નવેસરથી પસ્તાવો કરાવવો અશક્ય છે. કેમ કે તેઓ પોતામાં ઈશ્વરના પુત્રને ફરીથી વધસ્તંભે જડાવે છે, અને ખુલ્‍લી રીતે તેમનું અપમાન કરે છે.
7 કેમ કે જે ભૂમિ પોતાના પર વારંવાર પડતા વરસાદનું શોષણ કરે છે, અને જેઓ તેને ખેડે છે તેમને માટે તે ઉપયોગી વનસ્પતિ ઉત્પન્‍ન કરે છે, તેને ઈશ્વર આશીર્વાદ આપે છે.
8 પણ જેમાં કાંટા તથા ઝાંખરાં ઊગે છે, તેને નાપસંદ કરવામાં આવે છે, અને તે લગભગ શાપિત થયેલી છે. પરિણામે તે બાળી નંખાવાની છે.
9 પણ, પ્રિય બંધુઓ, જોકે અમે પ્રમાણે કહીએ છીએ તોપણ તમારા સંબંધી કરતાં અમને સારી અને તારણને લગતી વાતોની ખાતરી છે.
10 કેમ કે ઈશ્વર તમારા કામને તથા તેમના નામ પ્રત્યે તમે જે પ્રેમ બતાવ્યો છે, અને સંતોની જે સેવા કરી છે, અને હજુ કરો છો, તેને વીસરે એવા અન્યાયી નથી.
11 અને અમે અંત:કરણપૂર્વક ઇચ્છા રાખીએ છીએ કે તમારામાંનો દરેક તમારી આશા પરિપૂર્ણ થવાને માટે, એવો ઉત્સાહ અંત સુધી બતાવે.
12 માટે તમે મંદ પડો, પણ જેઓ વિશ્વાસ તથા ધીરજથી વચનોના વારસ છે તેઓનું અનુકરણ કરો.
13 કેમ કે ઈશ્વરે ઇબ્રાહિમને વચન આપ્યું, ત્યારે પોતાના કરતાં કોઈ શ્રેષ્ડ નહોતો કે જેના સમ તે ખાય, માટે તેમણે પોતાના સમ ખાઈને કહ્યું,
14 “ખરેખર હું તને નક્કી આશીર્વાદ દઈશ, અને તારો વિસ્તાર નિશ્ચે વધારીશ.”
15 પ્રમાણે, ધીરજ રાખ્યા પછી તેને વચનનું ફળ મળ્યું.
16 માણસો, પોતાના કરતાં જેઓ શ્રેષ્ઠ હોય તેના સમ ખાય છે; અને સોગનથી તેઓની સર્વ તકરારોનો અંત આવે છે.
17 તે પ્રમાણે ઈશ્વરના પોતના સંકલ્પની નિશ્ચયતા વચનના વારસોને બતાવવાની ઇચ્છા રાખીને સમ ખાઈને વચ્ચે પડ્યા, માટે કે,
18 વચન તથા સમ જેમાં ઈશ્વરથી જૂઠું બોલી શકાતું નથી, એવી બે નિશ્વળ વાતોથી આપણને, એટલે આગળ મૂકેલી આશા પકડવા માટે આશ્રયને માટે દોડનારાને, ઘણું ઉત્તેજન મળે.
19 તે આશા આપણા આત્માને માટે લંગર સરખી, સ્થિર તથા અચળ, અને પદડા પાછળના સ્થાનમાં પેસનારી છે.
20 ત્યાં ઈસુએ અગ્રેસર થઈને આપણે માટે પ્રવેશ કર્યો છે, અને મેલ્ખીસેદેકના ધારા પ્રમાણે તે હંમેશને માટે પ્રમુખયાજક થયા છે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×