Bible Versions
Bible Books

James 4 (GUV) Gujarati Old BSI Version

1 તમે જાણો છો તમારામાં ઝઘડા અને વાદવિવાદ ક્યાંાથી આવે છે? તમારામાં રહેલી સ્વાર્થીવૃત્તિને લીધે થાય છે.
2 તમારી પાસે જે નથી તે પ્રાપ્ત કરવા તમે સ્વાર્થી ઈચ્છા રાખો છો અને તે મેળવવા અદેખાઇ કરો છો અને તેથી તમે હત્યા કરો છો પરંતુ કશું મેળવી શકતા નથી. વળી તે માટે તમે વિવાદ અને ઝઘડા કરો છો. તમારે જે જોઈએે છે તે તમને મળતું નથી કારણ તમે દેવ પાસે માંગતા નથી.
3 જ્યારે તમે માગો છો, છતાં તમને મળતું નથી કેમ કે તમારો ઇરાદો સાચો નથી. તમે જે માગો છો તો મોજ શોખ માટે માગો છો તેથી તે તમને મળતું નથી.
4 તમે લોકો દેવને વફાદાર નથી! તમારે જાણવું જોઈએે કે જગતને ચાંહવું તે દેવને ધિક્કારવા બરાબર છે. તેથી વ્યક્તિ જ્યારે દુનિયાનો એક ભાગબનવા ઈચ્છે છે, ત્યારે તે પોતાની જાતને દેવનો દુશ્મન બનાવે છે.
5 તમે શું એમ માનો છો કે શાસ્ત્રનો કશો અર્થ નથી? શાસ્ત્ર કહે છે કે; “દેવે જે આપણામાં આત્મા મૂક્યો છે તેથી તે આત્મા તેની જાત માટે ઈચ્છે છે.”
6 પરંતુ તે તો વધુ ને વધુ કૃપા આપે છે. અને શાસ્ત્ર કહે છે કે; “જે લોકો અભિમાનીછે, તેઓની વિરૂદ્ધ દેવ છે. પરંતુ જેઓ વિનમ્ર છે તેઓના પર દેવની કૃપા છે.”
7 તેથી તમારી જાત દેવને સોંપી દો. શેતાનની સામા થાઓ, અને શેતાન તમારી પાસેથી નાસી જશે.
8 દેવની નજીક આવો અને દેવ તમારી પાસે આવશે. તમે પાપી છો. તેથી તમારા જીવનમાંથી પાપ દૂર કરો. તમે દુનિયા અને દેવ બંનેને એક સાથે અનુસરવા માગો છો. તમારી વિચારધારાને નિર્મળ બનાવો.
9 તમે ઉદાસ થાઓ, શોક કરો, અને રડો! તમારા હાસ્યને શોકમાં ફેરવો. તમારા આનંદને વિષાદમય બનાવો.
10 પ્રભુ આગળ દીન બનો, અને તે તમને મહાન બનાવશે.
11 ભાઈઓ અને બહેનો, એકબીજાની વિરૂદ્ધ કશું બોલશો નહિ. જો તમે ખ્રિસ્તમાં તમારા ભાઈની ટીકા કરો કે તેનો ન્યાય કરો તો તમે જે નિયમશાસ્ત્રને અનુસરી રહ્યા છો તેની ટીકા કરો છો. જ્યારે ખ્રિસ્તમાં ભાઈઓનો તમે ન્યાય કરો છો ત્યારે હકીકતમાં તે જે નિયમશાસ્ત્રને અનુસરે છે, તેનો તમે ન્યાય કરો છો અને જ્યારે તમે નીતિશાસ્ત્રની મૂલવણી કરવા જાઓ ત્યારે તમે તેના શિષ્યો નથી. તમે પોતે તેના ન્યાયાધીશ બની જાઓ છો.
12 દેવે તે એક છે કે જે નિયમશાસ્ત્રની રચના કરે છે. અને તે માત્ર એક ન્યાયાધીશ છે. એક દેવ માત્ર તારી શકે છે અને નાશ કરી શકે છે. તેથી અન્ય વ્યક્તિનો ન્યાય કરનાર તું કોણ છે?
13 તમારામાંના કેટલાએક કહે છે કે, “આજે અથવા કાલે આપણે કોઈ એક શહેર તરફ જઈશું. આપણે ત્યાં એક વર્ષ રહીશું, વેપાર કરીશું અને પૈસા બનાવીશું,” સાંભળો! વિશે વિચારો:
14 કાલે શું થવાનું છે તેની તમને ખબર નથી! તમારું જીવન શાના જેવું છે? તે તો ફક્ત એક ધૂમર જેવું છે. અલ્પ સમય માટે જુઓ છો, અને પછી તે અદ્રશ્ય થઈ જાય છે.
15 તેથી તમારે કહેવું જોઈએે કે, “પ્રભુની ઈચ્છા હશે, તો અમે જીવીશું અને આમ કે તેમ કરીશું.”
16 પરંતુ અત્યારે તમે અભિમાની અને અહંકારી છો. બધોજ અબંકાર ખોટો છે.
17 અને જે વ્યક્તિ ભલું કરી જાણે છે અને છતાં તે કરે તો તે પાપ કરે છે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×