Bible Versions
Bible Books

Jeremiah 17 (GUV) Gujarati Old BSI Version

1 પ્રભુ કહે છે, “યહૂદાનું પાપ લોઢાના ટાંકણાથી તથા હીરાકણીથી લખેલું છે! તે તેઓના હ્રદયપટ પર તથા તમારી વેદીઓનાં શિંગો પર કોતરેલું છે!
2 કેમ કે તેઓના પુત્રો ઊંચા પર્વતો પરનાં લીલાં ઝાડની પાસે તેઓની વેદીઓ તથા તેઓની અશેરીમ મૂર્તિઓ નું સ્મરણ કરે છે.
3 અરે, ખેતરમાંના મારા પર્વત, તારી સર્વ સીમામાં, તારા પાપને લીધે હું તારું દ્રવ્ય તથા તારો સર્વ ધનસંગ્રહ, તારાં ઉચ્ચસ્થાનો પણ લૂંટાવી દઈશ.
4 જે વારસો મેં તને આપ્યો તેને તું પોતાની જાતે પડતો મૂકીશ, અને અજાણ્યા દેશમાં હું તારી પાસે તારા વૈરીઓની સેવા કરાવીશ; કેમ કે તમે મારો કોપાગ્નિ સળગાવ્યો છે, તે સર્વકાળ બળતો રહેશે.”
5 યહોવા કહે છે, “જે પુરુષ મનુષ્ય પર ભરોસો રાખે છે, ને મનુષ્યના બળ પર આધાર રાખે છે, ને યહોવા તરફથી જેનું હ્રદય ફરી જાય છે, તે શાપિત છે.
6 તે રણમાંની બોરડી જેવો થશે, ને હિત થશે ત્યારે તે તેના જોવામાં આવશે નહિ. તે અરણ્યમાંની સૂકી જગાઓમાં, ખારવાળા તથા વસતિહીન દેશમાં વાસો કરશે.
7 જે પુરુષ યહોવા પર ભરોસો રાખે છે, ને જેનો આધાર યહોવા છે તે આશીર્વાદિત છે.
8 તે પાણીની પાસે રોપેલા વૃક્ષના જેવો થશે, જે નદીની પાસે પોતાનાં મૂળ ફેલાવે છે, ને ગરમીનો વખત આવશે ત્યારે તેને કંઈ ડર રહેશે નહિ, પણ તેનાં પાંદડાં લીલાં રહેશે. અને સુકવણાના વર્ષમાં તે ચિંતાતુર થશે નહિ, ને ફળ આપ્યા વિના રહેશે નહિ.
9 હ્રદય સહુથી કપટી છે, તે અતિશય ભૂંડું છે! તેને કોણ જાણી શકે?
10 હું યહોવા મનમાં શું છે તે શોધી કાઢું છું, હું અંત:કરણને પારખું છું કે, હું દરેકને તેનાં આચરણ તથા તેની કરણીઓ પ્રમાણે બદલો આપું.
11 જે તીતર પોતે મૂકેલાં નહિ એવા ઈંડા સેવે છે તેના જેવો અન્યાયથી દ્રવ્ય મેળવનાર છે; તેનું આયુષ્ય અધવાર્યા પહેલાં તે દ્રવ્ય છોડીને જશે, ને અંતે મૂર્ખ ઠરશે.
12 અમારા મંદિરનું સ્થાન, તે મહિમાવાન રાજ્યાસન, પ્રથમથી ઊંચું કરેલું સ્થાન છે.
13 હે યહોવા, ઇઝરાયલની આશા, જેઓ તમને તજી દે છે તેઓ સર્વ લજ્જિત થશે; જેઓ તમારી પાસેથી ફરી જાય છે તેઓ નાં નામ ધૂળમાં લખાશે, કેમ કે જીવતા પાણીના ઝરાનો, એટલે યહોવાનો, તેઓએ ત્યાગ કર્યો છે.
14 હે યહોવા, મને નીરોગી કરો, એટલે હું નીરોગી થઈશ. મારો ઉદ્ધાર કરો, એટલે હું ઉદ્ધાર પામીશ. કેમ કે તમે મારું સ્તોત્ર છો.
15 જુઓ, તેઓ મને પૂછે છે, ‘યહોવાનું વચન ક્યાં છે? કૃપા કરીને તે સંભળાવ.’
16 હું તો તારી પાછળ ચાલનાર પાળક હોવાથી પાછો હઠયો નથી, ને મેં દુ:ખી દિવસની ઈચ્છા કરી નથી, તમે જાણો છો; મારા હોઠમાંથી જે નીકળ્યું તે તમારા મોઢા આગળ હતું.
17 તમે મને ભયરૂપ થાઓ; વિપત્તિના દિવસમાં તમે મારો આશ્રય છો.
18 જેઓ મારી પાછળ લાગે છે તેઓ લજ્જિત થાઓ, પણ હું લજ્જિત થાઉં; તેઓ ગભરાઓ, પણ હું ગભરાઉં; તેઓના ઉપર વિપત્તિનો દિવસ લાવો, ને તેઓને બમણા નાશથી નષ્ટ કરો.
19 યહોવાએ મને કહ્યું, “જે દરવાજામાં થઈને યહૂદિયાના રાજાઓ અંદર આવે છે, ને જેમાં થઈને તેઓ બહાર જાય છે તેમાં, તથા યરુશાલેમના સર્વ દરવાજાઓમાં જઈને ત્યાં ઊભો રહે;
20 અને તેઓને કહે કે, જેઓ દરવાજાઓમાં થઈને અંદર જાય છે તે યહૂદિયાના રાજાઓ, તમામ યહૂદિયા, તથા યરુશાલેમના સર્વ રહેવાસીઓ, તમે યહોવાનું વચન સાંભળો:
21 યહોવા કહે છે, તમે પોતા વિષે સાવધાન રહો, સાબ્બાથને દિવસે કંઈ બોજો ઉપાડો નહિ, ને યરુશાલેમના દરવાજાઓમાં થઈને અંદર લાવો નહિ.
22 વળી સાબ્બાથને દિવસે તમારાં ઘરોમાંથી કંઈ બોજો બહાર લઈ જશો નહિ, ને કંઈ પણ કામ કરશો નહિ. પણ મેં તમારા પૂર્વજોને આજ્ઞા કરી તેમ સાબ્બાથના દિવસને પવિત્ર માનો.”
23 પણ તેઓએ સાંભળ્યું નહિ, ને કાન ધર્યો નહિ, પણ પોતાની ગરદન અક્કડ કરીને તેઓએ સાંભળ્યું નહિ ને શિખામલણ માની નહિ.
24 યહોવા કહે છે, “સાબ્બાથને દિવસે નગરના દરવાજાઓમાં થઈને પણ કંઈ બોજો અંદર લાવતાં પણ સાબ્બાથને પવિત્ર દિવસ માનીને તેમાં કંઈ પણ કામ કરતાં જો તમે મારું સાંભળશો સાંભળશો,
25 તો નગરના દરવાજાઓમાં થઈને દાઉદના રાજ્યાસન પર બિરાજનારા રાજાઓ તથા સરદારો રથોમાં તથા ઘોડાઓ પર બેસીને, તેઓ તથા તેઓના સરદારો, યહૂદિયાના પુરુષો તથા યરુશાલેમના રહેવાસીઓ અંદર પેસશે; અને નગર સર્વકાળ ટકી રહેશે.
26 યહૂદિયાનાં નગરોમાંથી, ને યરુશાલેમની આસપાસની જગાઓમાંથી, બિન્યામીનના દેશમાંથી, શફેલાથી, પર્વતોથી, ને દક્ષીન પ્રદેશમાંથી, દહનીયાર્પણ, બલિદાન, ખાદ્યાર્પણ તથા ધૂપ લઈને, તથા આભારાર્થર્પણ લઈને તેઓ યહોવાના મંદિરમાં આવશે.
27 પણ જો તમે સાબ્બાથના દિવસને પવિત્ર માનવાનું, તથા તે દિવસે યરુશાલેમના દરવાજાઓમાં થઈને બોજો ઉપાડયા વગર અંદર પેસવાનું મારું (વચન) સાંભળશો નહિ, તો હું તેના દરવાજાઓમાં અગ્નિ સળગાવીશ, ને યરુશાલેમના રાજમહેલોને બાળીને ભસ્મ કરશે, ને તે હોલવાશે નહિ.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×