Bible Versions
Bible Books

Judges 14 (GUV) Gujarati Old BSI Version

1 સામસૂન તિમ્નામાં ગયો, ને તિમ્નામાં પલિસ્તીઓની દીકરીઓમાં એક સ્‍ત્રી તેણે જોઈ.
2 તેણે આવીને પોતાનાં માતાપિતાને કહ્યું, “તિમ્નામાં પલિસ્તીઓની દીકરીઓમાં એક સ્‍ત્રી મેં જોઈ છે. તો હવે તેને મારી સાથે પરણાવો.”
3 ત્યારે તેનાં માતાપિતાએ તેને કહ્યું, “તારા ભાઈઓની દીકરીઓમાં અથવા મારા સર્વ લોકોમાં શું કોઈ સ્‍ત્રી નથી કે, તું બેસુન્‍નત પલિસ્તીઓમાં સ્‍ત્રી લેવા જાય છે?” સામસૂને પોતાના પિતાને કહ્યું, “મારા માટે તેને લાવો કેમ કે તે મને બહુ ગમે છે.”
4 પણ તેનાં માતાપિતા જાણતાં નહોતાં કે યહોવાનું કૃત્ય છે; કેમ કે તે પલિસ્તીઓની વુરુદ્ધ કંઈ નિમિત્ત શોધતો હતો. હવે તે સમયે પલિસ્તીઓ ઇઝરાયલ પર રાજ કરતા હતા.
5 ત્યાર પછી સામસૂન તથા તેનાં માતાપિતા તિમ્ના ગયાં, ને તેઓ તિમ્નાની દ્રાક્ષાવાડીઓ પાસે આવી પહોંચ્યાં. અને, જુઓ, એક જુવાન સિંહે તેની સામે ગર્જના કરી.
6 વખતે યહોવાનો આત્મા પરાક્રમસહિત તેના પર આવ્યો, ને જેમ બકરીના બચ્ચાને ચીરી નાખે તેમ તેણે એને ચીરી નાખ્યો, ને તેના હાથમાં કંઈ પણ હતું. પણ તેણે જે કામ કર્યું હતું તેની ખબર તેણે પોતાનાં માતાપિતાને આપી નહિ. હતું. પણ તેણે જે કામ કર્યું હતું તેની ખબર તેણે પોતાનાં માતાપિતાને આપી નહિ.
7 પછી તેણે જઈને તે સ્‍ત્રીની સાથે વાતચીત કરી; અને સામસૂનને તે બહુ ગમી.
8 કેટલીક મુદત પછી તે પેલી સ્‍ત્રીને લેવા પાછો ગયો, ને પેલા સિંહની લાસ જોવા રસ્‍તેથી ફંટાયો; અને જુઓ, તે સિંહના ખોળિયામાં મધમાખીઓ તથા મધ હતાં
9 અને તે હાથમાં મધ લઈને તે ખાતો ખાતો ચાલ્યો, ને પોતાનાં માતાપિતાની પાસે આવીને તેણે તેઓને તે આપ્યું, ને તેઓએ તે ખાધું. પણ સિંહના ખોળિયામાંથી તેણે મધ લીધું હતું, તેણે તેઓને કહ્યું નહિ.
10 અને તેનો પિતા તે સ્‍ત્રીને ઘેર ગયો. અને સામસૂને ત્યાં ઉજાણી કરિ; કેમ કે જુવાનોનો એવો રીવાજ હતો.
11 અને તેઓએ તેને જોયો ત્યારે એમ થયું કે, ઉજાણીમાં ભાગ લેવા માટે તેઓ ત્રીસ સોબતીઓ બોલાવી લાવ્યા.
12 સામસૂને તેઓને કહ્યું, “હું તમને એક ઉખાણું કહું; અને ઉજાણીના સાત દિવસોમાં જો તેનો અર્થ ખોળી કાઢીને તમે મને કહેશો, તો હું તમને શણનાં ત્રીસ ઝભ્ભા તથા ત્રીસ જોડ વસ્‍ત્ર આપીશ.
13 પણ જો તેનો અર્થ તમે મને કહી શકો, તો તમારે મને શણનાં ત્રીસ ઝભ્ભા તથા ત્રીસ જોડ વસ્‍ત્ર આપવાં.” તેઓએ તેને કહ્યું, “તારો ઉખાણું અમને કહે કે અમે તે સાંભળીએ.”
14 તેણે તેઓને કહ્યું, “ખાનારમાંથી ખોરાક નીકળ્યો, અને બળવાનમાંથી મીઠાશ નીકળી.” અને ત્રણ દિવસમાં તેઓ તે ઉખાણાનો અર્થ કહી શક્યા નહિ.
15 સાતમે દિવસે એમ થયું કે, તેઓએ સામસૂનની પત્નીને કહ્યું, “તારા પતિને ફોસલાવ, માટે કે તે અમને ઉખાણાનો અર્થ બતાવે નહિ તો અમે તને તથા તારા પિતાના ઘરનાં સર્વને અગ્નિથી બાળી નાખીશું. તમે અમને લૂટી લેવા બોલાવ્યા છે, ખરું કે નહિ?”
16 ત્યારે સામસૂનની સ્‍ત્રીએ તેની આગળ રડી પડીને કહ્યું, “તું મને તદ્દન ધિક્કારે છે, ને મારા પર કંઈ પ્રેમ રાખતો નથી. તેં મારા લોકોને એક ઉખાણું કહ્યું છે, પણ મને તેનો અર્થ કહ્યો નથી.” તેણે તેને કહ્યું, “જો, મેં મારાં માતા પિતાને તેનો અર્થ કહ્યો નથી, તો હું શું તને કહું?”
17 અને ઉજાણીના સાતે દિવસ તેણે તેની આગળ રડ્યા કર્યું. અને સાતમે દિવસે એમ થયું કે, તેણે બહુ આગ્રહ કર્યો ત્યારે તેણે તેનો અર્થ કહી દીધો. પછી તેણે પોતાના લોકોના પુત્રોને ઉખાણાનો અર્થ કહી દીધો.
18 સાતમે દિવસે સૂર્યાસ્ત થયા અગાઉ તે નગરના માણસોએ તેને કહ્યું, “મધથી મીઠું શું છે? અને સિંહથી બળવાન શું છે?” તેણે તેઓને કહ્યું, “જો મારી વાછરડીથી તમે ખેડ્યું હોત, તો તમને મારા ઉખાણાનો પત્તો લાગત નહિ.”
19 પછી યહોવાનો આત્મા તેના પર પરાક્રમસહિત આવ્યો, ને તેણે આશ્કલોનમાં જઈને તેઓમાંના ત્રીસ જણને માર્યા, ને તેઓનાં વસ્‍ત્ર લૂટી લઈને જે માણસોએ તે ઉખાણાનો અર્થ કહી બતાવ્યો હતો તેઓને તે આપ્યાં. અને તેને ક્રોધ ચઢ્યો, ને તે પોતાના પિતાના ઘેર ચાલ્યો ગયો.
20 પણ સામસૂણો એક સાથી કે જેણે તેની પ્રત્યે મિત્રની ફરજ બજાવી હતી તેને તેની પત્ની આપવામાં આવી.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×