Bible Versions
Bible Books

Matthew 18 (GUV) Gujarati Old BSI Version

1 તે સમયે શિષ્યોએ ઈસુની પાસે આવીને પૂછ્યું “આકાશના રાજ્યમાં સૌથી મોટું કોણ છે?”
2 ત્યારે તેમણે એક બાળકને પાસે બોલાવીને તેને તેઓની વચ્ચે ઊભું રાખીને
3 કહ્યું, “હું તમને ખચીત કહું છું કે, જો તમે નહિ ફરો, ને બાળકોના જેવા નહિ થાઓ, તો આકાશના રાજ્યમાં તમે નહિ પેસશો.
4 માટે જે કોઈ પોતાને બાળકના જેવું દીન કરશે, તે આકાશના રાજ્યમાં સૌથી મોટું છે.
5 વળી જે કોઈ મારે નામે એવા એક બાળકનો અંગીકાર કરે છે તે મારો પણ અંગીકાર કરે છે.
6 પણ નાનાઓ જેઓ મારા પર વિશ્વાસ કરે છે, તેઓમાંના એકને જે કોઈ ઠોકર ખવડાવે તે કરતાં તેના ગળે ઘંટીનું પડ બંધાય, ને તે સમુદ્રના ઊંડાણમાં ડુબાડાય તેને માટે સારું છે.
7 ઠોકરોને લીધે જગતને અફસોસ છે! ઠોકરો આવવાની અગત્ય તો છે, પણ જે માણસથી ઠોકર આવે છે તેને અફસોસ છે!
8 માટે જો તારો હાથ અથવા તારા પગ તને ઠોકર ખવડાવે, તો તેને કાપી નાખીને તારી પાસેથી ફેંકી દે; તારા બે હાથ અથવા બે પગ‌ છતાં તું અનંત અગ્નિમાં નંખાય, કરતાં લંગડો અથવા અપંગ થઈ જીવનમાં પેસવું તારે માટે સારું છે.
9 અને જો તારી આંખ તને ઠોકર ખવડાવે, તો તેને કાઢી નાખીને તારી પાસેથી ફેંકી દે. બન્‍ને આંખ છતાં તું નરકાગ્નિમાં નંખાય, કરતાં કાણો થઈને જીવનમાં પેસવું તારે માટે સારું છે.
10 સાવધાન રહો કે નાનાઓમાંના એકને તમે વખોડો, કેમ કે હું તમને કહું છું કે આકાશમાં તેઓના દૂત મારા આકાશમાંના પિતાનું મોં સદા જુએ છે.
11 કેમ કે જે ખોવાયેલું તેને બચાવવાને માણસનો દીકરો આવ્યો છે.
12 તમે શું ધારો છો? જો કોઈ માણસની પાસે સો ઘેટાં હોય, ને તેમાંથી એક ભૂલું પડે, તો શું નવ્વાણુંને મૂકીને તે ભૂલા પડેલાને શોધવા તે પહાડ પર જતો નથી?
13 અને જો તે તેને મળે તો હું તમને ખચીત કહું છું કે, જે નવ્વાણું ભૂલાં પડેલાં હતાં, તેઓના કરતાં તેને લીધે તે વત્તો હરખાય છે.
14 એમ નાનાઓમાંથી એકનો નાશ થાય, એવી તમારા આકાશમાંના પિતાની ઇચ્છા નથી.
15 વળી જો તારો ભાઈ તારી વિરુદ્ધ અપરાધ કરે, તો જા, ને તેને એકાંતે લઈ જઈને તેનો દોષ તેને કહે. જો તે તારું સાંભળે, તો તેં તારા ભાઈને મેળવી લીધો છે.
16 પણ જો તે સાંભળે, તો બીજા એક બે જણને તારી સાથે લે, માટે કે દરેક વાત બે અથવા ત્રણ સાક્ષીના મોંથી સાબિત થાય.
17 અને જો તે તેઓનું માને, તો મંડળીને કહે, ને જો મંડળીનું પણ તે માને તો તેને વિદેશી તથા દાણીના જેવો ગણ.
18 હું તમને ખચીત કહું છું કે જે કંઈ તમે પૃથ્વી પર બાંધશો, તે આકાશમાં બંધાશે; અને જે કંઈ તમે ‍પૃથ્વી પર છોડશો, તે આકાશમાં છોડાશે.
19 વળી હું તમને કહું છું કે, જો પૃથ્વી પર તમારામાંના બે કંઈ પણ વાત સંબંધી એક ચિત્તના થઈને માગશો, તો મારા આકાશમાંના પિતા તેઓને માટે તે પ્રમાણે કરશે.
20 કેમ કે જ્યાં બે અથવા ત્રણ મારે નામે એકત્ર થયેલા હોય ત્યાં તેઓની વચમાં હું છું”
21 પછી પિતરે તેમની પાસે આવીને કહ્યું, “ઓ પ્રભુ, મારો ભાઈ મારી વિરુદ્ધ કેટલી વાર અપરાધ કરે, ને હું તેને માફ કરું? શું સાત વાર સુધી?
22 ઈસુએ તેને કહ્યું, “સાત વાર સુધીનું હું તને નથી કહેતો, પણ સિત્તેરગણી સાત વાર સુધી.
23 માટે આકાશના રાજ્યને એક રાજાની ઉપમા આપવામાં આવે છે જેણે પોતાના ચાકરોની પાસે હિસાબ લેવા માગ્યો.
24 અને તે હિસાબ લેવા લાગ્યો ત્યારે તેઓ દશ હજાર તાલંતના એક દેવાદારને તેની પાસે લાવ્યા.
25 પણ વાળી આપવાનું તેની પાસે કંઈ નહિ હોવાથી, તેના શેઠે તેને તથા તેની સ્‍ત્રીને તથા તેનાં છોકરાંને તથા તેની પાસે જે કંઈ હતું તે બધું વેચીને દેવું વાળવાની આજ્ઞા કરી.
26 માટે તે ચાકરે તેને પગે લાગીને વિનંતી કરી કે, ‘સાહેબ, ધીરજ રાખો, ને હું તમારું બધું વાળી આપીશ.’
27 ત્યારે તે ‍ચાકરના શેઠને દયા આવ્યાથી તેણે તેને છોડી દીધો, ને દેવું તેને માફ કર્યું.
28 પણ તે ચાકરે બહાર જઈને પોતાના સાથી ચાકરોમાંના એકને જોયો, જે તેના સો દીનારનો દેવાદાર હતો, અને તેણે તેનું ગળું પકડીને કહ્યું, તારું દેવું વાળ.’
29 ત્યારે તેના સાથી‍ ચાકરે તેને પગે લાગીને તેને વિનંતી કરી કે, ‘ધીરજ રાખ, ને હું તારું વાળી આપીશ.’
30 અને તેણે તેનું માન્યું નહિ, પણ જઈને દેવું વાળે ત્યાં સુધી તેણે તેને કેદખાનામાં નાખ્યો.
31 ત્યારે જે જે થયું તે તેના સાથી ચાકરો જોઈને ઘણા દિલગીર થયા, ને તેઓએ જઈને જે જે થયું તે બધું પોતાના શેઠને કહી સંભળાવ્યું.
32 ત્યારે તેના શેઠે તેને બોલાવીને કહ્યું, ‘અરે દુષ્ટ ચાકર, તેં મને વિનંતી કરી, માટે મેં તને તે બધું દેવું માફ કર્યું.
33 મેં તારા પર જેવી દયા કરી તેવી દયા શું તારે પણ તારા સાથી ચાકર પર કરવી ઘટિત હતી?
34 અને તેના શેઠે ગુસ્સે થઈને તેનું બધું દેવું વાળે ત્યાં સુધી તેને પીડા આપનારાઓને સોંપ્યો.
35 પ્રમાણે જો તમે પોતપોતાના ભાઈઓના અપરાધ તમારા અંત:કરણથી માફ નહિ કરો, તો મારા આકાશમાંના પિતા પણ તમને એમ કરશે.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×