Bible Versions
Bible Books

Numbers 27 (GUV) Gujarati Old BSI Version

1 અને યૂસફના પુત્ર મનાશ્શાના કુટુંબોમાંથી મનાશ્શાના પુત્ર માંખીરના પુત્ર ગિલયાદના પુત્ર હેફેરના પુત્ર સલોફહાદની પુત્રીઓનાં નામ માંહલાહ, નોઆહ, હોગ્લાહ, મિલ્કાહ અને તિર્સાહ હતા.
2 તેમણે મૂસાની તથા એલઆઝારની અને સમગ્ર સમાંજના આગેવાનોની સમક્ષ મુલાકાત મંડપના પ્રવેશદ્વાર આગળ હાજર થઈને દાવો રજૂ કર્યો કે,
3 “અમાંરા પિતા રણમાં મૃત્યુ પામ્યા હતા. યહોવા સામે બળવો કરનાર કોરાહની ટોળીમાં તે ન્હોતા. તે તેમના પોતાના પાપે મૃત્યુ પામ્યા હતા અને તેમને કોઈ પુત્ર ન્હોતો.
4 અમાંરા પિતા અપુત્ર હતા એટલા કારણસર તેમનું નામ કુટુંબમાંથી શા માંટે ભૂંસાઈ જાય? અમાંરા પિતાના ભાઈઓની સાથે અમે પણ વારસો આપવામાં આવે.”
5 એટલે મૂસાએ બાબત યહોવા સમક્ષ લાવી.
6 અને યહોવાએ તેને કહ્યું,
7 “સલોફહાદની પુત્રીઓની વાત બરાબર છે. લોકોને પણ એમના પિતાના ભાઈઓની સાથે તું તેમને ભાગ આપ; તેમના પિતા જીવતાં હોત તો જે વારસો તેમને આપવામાં આવ્યો હોત તે તું તેઓને આપ.
8 “તે ઉપરાંત તમાંરા સૌ માંટે સામાંન્ય કાનૂન છે: ‘તું ઇસ્રાએલીઓને પ્રમાંણે કહે; જો કોઈ વ્યક્તિ અપુત્ર મૃત્યુ પામે તો તેની મિલકત તેની પુત્રીને મળે.
9 જો તેને પુત્રી પણ ના હોય, તો તેની મિલકત તેના ભાઈઓને મળે.
10 જો તેને ભાઈઓ પણ ના હોય, તો તેની મિલકત તેના કાકાઓને મળે.
11 અને જો તેને કાકાઓ હોય, તો તેની મિલકત તેના સૌથી નજીકનાં સગાને મળે, અને તે તેનો માંલિક બને. મેં યહોવાએ મૂસાને આજ્ઞા કરી છે તે મુજબ કાયદો સૌ ઇસ્રાએલી પ્રજાએ પાળવાનો છે.”‘
12 યહોવાએ મૂસાને કહ્યું, “તું અબારીમના પર્વત પર ચઢી જા અને ઇસ્રાએલી પ્રજાને મેં જે ભૂમિ આપી છે તે જોઈ લે.
13 તારો ભાઈ હારુન મૃત્યુ પામ્યો તેમ તું પણ તે ભૂમિને જોયા પછી મૃત્યુ પામશે.
14 કારણ કે સીનના રણમાં જયારે સમગ્ર સમાંજે ઝરણા આગળ માંરી સામે ઝઘડો કર્યો હતો, ત્યારે તમે માંરી આજ્ઞાનો ભંગ કર્યો હતો: તમે તેમની આગળ માંરી શક્તિ વિષે અવિશ્વાસ પ્રગટ કર્યો અને લોકોને બતાવ્યુ નહિ કે હું પવિત્ર છું.” સીનના રણમાં આવેલા કાદેશ નજીકના ‘મરીબાહ’ના ઝરણાની વાત છે.
15 ત્યારબાદ મૂસાએ યહોવાને કહ્યું,
16 “હે યહોવા, સર્વ માંનવજાતના આત્માંઓના દેવ, તમને માંરી અરજ છે કે હવે સમાંજનો કોઈ આગેવાન પસંદ કરો.
17 જે એમની આગળ રહે અને બધી બાબતોમાં માંર્ગદર્શન આપે, જેથી તમાંરા લોકો ભરવાડ વગરનાં ઘેટાં જેવા રહે.”
18 યહોવાએ મૂસાને જવાબ આપ્યો, “નૂનનો પુત્ર યહોશુઆ શક્તિશાળી માંણસ છે.
19 તું તેને યાજક એલઆઝાર તથા સમગ્ર સમાંજ સમક્ષ ઊભો કર, પછી તેના માંથા પર હાથ મૂકી તેમના દેખતાં તેને તારો ઉત્તરાધિકારી નિયુક્ત કર.
20 “અને પછી તારી કેટલીક સત્તા તેને સોંપ, જેથી ઇસ્રાએલીઓનો સમગ્ર સમાંજ તેની આજ્ઞામાં રહે.
21 તેણે માંરી ઈચ્છા જાણવા માંટે યાજક એલઆજાર પાસે જવું પડશે. પછી એલઆઝાર યહોવા સમક્ષ ઉરીમ પાસો નાખીને યહોવાને જવાબ મેળવશે. રીતે એલઆઝાર યહોશુઆને અને સમગ્ર ઇસ્રાએલી સમાંજને તેમની બધી બાબતમાં માંર્ગદર્શન આપશે.”
22 એટલે મૂસાએ યહોવાના કહ્યા પ્રમાંણે કર્યું. તેણે યહોશુઆને લઈ જઈને યાજક એલઆઝાર તથા સમગ્ર ઇસ્રાએલી સમાંજ સમક્ષ રજૂ કર્યો.
23 અને સૌ લોકોની હાજરીમાં મૂસાએ તેને માંથે હાથ મૂકીને તેને યહોવાએ જણાવ્યા મુજબ ઉત્તરાધિકારી નિયુક્ત કર્યો.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×