Bible Versions
Bible Books

Numbers 7 (GUV) Gujarati Old BSI Version

1 અને મૂસા મંડપ પૂરો ઊભો કરી રહ્યો, ને તેણે તેનો તથા તેના સર્વ સામાનનો, અને વેદી તથા તેનાં સર્વ પાત્રોનો અભિષેક કર્યો, તથા તેઓને પાવન કર્યાં, તે દિવસે એમ થયું કે,
2 ઇઝરાયલના અધિપતિઓએ, એટલે તેઓના પિતાનાં ઘરના ઉપરીઓએ, અર્પણ કર્યું. તેઓ કુળોના અધિપતિઓ, અને જેઓની ગણતરી થઈ હતી તેઓના ઉપરીઓ હતા.
3 અને તેઓ યહોવાની સમક્ષ પોતાનું અર્પણ લાવ્યા, એટલે છત્તરવાળાં ગાડાં તથા બાર બળદ. બબ્બે અધિપતિઓને માટે અકેક ગાડું, ને અકેકને માટે અકેક બળદ. અને તેઓએ તેઓને મંડપની આગળ રજૂ કર્યાં.
4 અને યહોવાએ મૂસાને કહ્યું,
5 “તું તેઓ પાસેથી તે લે કે, તેઓ મુલાકાત મંડપની સેવા કરવાના કામમાં આવે. અને તેમને તું લેવીઓને આપ,
6 અને મૂસાએ ગાડાં તથા બળદો લઈને લેવીઓને આપ્યાં.
7 બે ગાડાં તથા ચાર બળદ તેણે ગેર્શોનના દિકરાઓને તેઓની સેવા પ્રમાણે આપ્યાં.
8 અને તેણે ચાર ગાડાં તથા આઠ બળદ મરારીના દિકરાઓને તેઓની સેવા પ્રમાણે હારુન યાજકના દિકરા ઈથામારના હાથમાં સોંપ્યા.
9 પણ કહાથના દિકરાઓને તેણે કંઈ આપ્યું નહિ, કેમ કે તેમનું કામ પવિત્રસ્થાનના સંબંધમાં હતું, ને તેઓ તેને પોતાને ખભે ઊંચકી લેતા.
10 અને વેદીનો અભિષેક થયો તે દિવસે વેદીની પ્રતિષ્ઠા કરવાને અધિપતિઓએ અર્પણ કર્યું, એટલે અધિપતિઓએ વેદી આગળ પોતાનું અર્પણ ચઢાવ્યું.
11 અને યહોવાએ મૂસાને કહ્યું, “સર્વ અધિપતિઓ પોતપોતાને દિવસે વેદીની પ્રતિષ્ઠા કરવા માટે પોતાનું અર્પણ ચઢાવે.”
12 અને પહેલે દિવસે પોતાનું અર્પણ-ચઢાવનાર, તે યહૂદાના કુળના આમિનાદાબનો દિકરો નાહશોન હતો.
13 અને તેનું અર્પણ રૂપાની એક કથરોટ હતું, જેનું વજન એકસો ત્રીસ શેકેલ હતું, પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે સિત્તેર શેકેલ રૂપાનો એક પ્યાલો; બન્‍ને પાત્રો ખાદ્યાર્પણને માટે તેલમિશ્રિત મેંદાથી ભરેલાં હતાં.
14 દશ શેકેલ સોનાનું એક ધૂપપાત્ર, ધૂપથી ભરેલું;
15 દહનીયાર્પણને માટે એક વાછરડો, એક ઘેટો, પહેલા વર્ષનો એક હલવાન.
16 પાપાર્થાર્પણને માટે બકરાંમાંથી એક નર.
17 અને શાંત્યર્પણોના ને માટે બે ગોધા, પાંચ ઘેટાં, પાંચ બકરા, પહેલા વર્ષના પાંચ હલવાન:આમિનાદાબના દિકરા નાહશોનનું અર્પણ હતું.
18 બીજે દિવસે સુઆરના દિકરા નથાનિયેલે, એટલે ઇસ્સાખારના અધિપતિએ, અર્પણ કર્યું.
19 તેણે અર્પણ ચઢાવ્યું, એટલે રૂપાની એક કથરોટ, જેનું વજન એકસો ત્રીસ શેકેલ હતું, ને પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે સિત્તેર શેકેલ રૂપાનો એક પ્યાલો. બન્‍ને પાત્રો ખાદ્યાર્પણને માટે તેલે મોહેલા મેંદાથી ભરેલાં હતાં.
20 દશ શેકેલ સોનાનું એક ધૂપપાત્ર, ધૂપથી ભરેલું.
21 દહનીયાર્પણને માટે એક વાછરડો, એક ઘેટો, પહેલા વર્ષનો એક હલવાન.
22 પાપાર્થાર્પણને માટે બકરાંમાંથી એક નર.
23 અને શાંત્યર્પણોના ને માટે બે ગોધા, પાંચ હલવાન:સુઆરના દિકરા નથાનિયેલનું અર્પણ હતું.
24 ત્રીજે દિવસે હેલોનનો દિકરો અલિયાબ, ઝબુલોનના પુત્રોનો અધિપતિ,
25 તેનું અર્પણ હતું:રૂપાની એક કથરોટ, જેનું વજન એકસો ને ત્રીસ શેકેલ હતું, ને પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે સિત્તેર શેકેલ રૂપાનો એક પ્યાલો. બન્‍ને પાત્રો ખાદ્યાર્પણને માટે તેલે મોહેલા મેંદાથી ભરેલા હતાં.
26 દશ શેકેલ સોનાનું એક ધૂપપાત્ર, ધૂપથી ભરેલું.
27 દહનીયાર્પણને માટે એક વાછરડો, એક ઘેટો, પહેલા વર્ષનો એક હલવાન.
28 પાપાર્થાર્પણને માટે બકરાંમાંથી એક નર.
29 અને શાંત્યર્પણોના ને માટે બે ગોધા, પાંચ ઘેટા, પાંચ બકરા પહેલા વર્ષના પાંચ હલવાન:હેલોનના દિકરા અલિયાબનું અર્પણ હતું.
30 ચોથે દિવસે શદેઉરનો દિકરો અલિસૂર, રૂબેનના પુત્રોનો અધિપતિ,
31 તેનું અર્પણ હતું:રૂપાની એક કથરોટ, જેનું વજન એકસો ને ત્રીસ શેકેલ હતું, ને પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે સિત્તેર શેકેલ રૂપાનો એક પ્યાલો. બન્‍ને પાત્રો ખાદ્યાર્પણને માટે તેલે મોહેલો મેંદાથી ભરેલાં હતાં.
32 દશ શેકેલ સોનાનું એક ધૂપપાત્ર, ધૂપથી ભરેલું.
33 દહનીયાર્પણને માટે એક વાછરડો, એક ઘેટો, પહેલા વર્ષનો એક હલવાન.
34 પાપાર્થાર્પણને માટે બકરામાંથી એક નર.
35 અને શાંત્યર્પણોના ને માટે બે ગોધા, પાંચ ઘેટાં, પાંચ બકરા, પહેલા વર્ષના પાંચ હલવાન:શદેઉરના દિકરા અલિસૂરનું અર્પણ હતું.
36 પાંચમે દિવસે સુરિશાદ્દાઈનો દિકરો શલુમિયેલ, શિમયોનના પુત્રોનો અધિપતિ,
37 તેનું અર્પણ હતું:રૂપાની એક કથરોટ, જેનું વજન એકસો ને ત્રીસ શેકેલ હતું, ને પવિત્રસ્‍થાનના શેકેલ પ્રમાણે સિત્તેર શેકેલ રૂપાનો એક પ્યાલો. બન્‍ને પાત્રો ખાદ્યાર્પણને માટે તેલે મોહેલા મેંદાથી ભરલાં હતાં.
38 દશ શેકેલ સોનાનું એક ધૂપપાત્ર, ધૂપથી ભરેલું.
39 દહનીયાર્પણને માટે એક વાછરડો, એક ઘેટો, પહેલા વર્ષનો એક હલવાન.
40 પાપાર્થાર્પણને માટે બકરામાંથી એક નર.
41 અને શાંત્યર્પણોના ને માટે બે ગોધા, પાંચ ઘેટા, પાંચ બકરા, પહેલા વર્ષના પાંચ હલવાન:સુરિશાદ્દાઈના દિકરા શલુમિયેલનું અર્પણ હતું.
42 છઠ્ઠે દિવસે દુએલનો દિકરો એલિયાસાફ, ગાદના પુત્રોનો અધિપતિ,
43 તેનું અર્પણ હતું:રૂપાની એક કથરોટ, જેનું વજન એકસો ને ત્રીસ શેકેલ હતું, પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે સિત્તેર શેકેલ રૂપાનો એક પ્યાલો. બન્‍ને પાત્રો ખાદ્યાર્પણને માટે તેલે મોહેલા મેંદાથી ભરેલાં હતાં.
44 દશ શેકેલ સોનાનું એક ધૂપપાત્ર, ધૂપથી ભરેલું.
45 દહનીયાર્પણને માટે એક વાછરડો, એક ઘેટો, પહેલા વર્ષનો એક હલવાન.
46 પાપાર્થાર્પણને માટે બકરાંમાંથી એક નર.
47 અને શાંત્યર્પણોના ને માટે બે ગોધા, પાંચ ઘેટા, પાંચ બકરા, પહેલા વર્ષના પાંચ હલવાન:દુએલના દિકરા એલિયાસાફનું અર્પણ હતું.
48 સાતમે દિવસે આમિહુદનો દિકરો એલિશામા, એફ્રાઈમના પુત્રોનો અધિપતિ,
49 તેનું અર્પણ હતું:રૂપાની એક કથરોટ, જેનું વજન એકસો ને ત્રીસ શેકેલ હતું, ને પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે સિત્તેર શેકેલ રૂપાનો એક પ્યાલો. બન્‍ને પાત્રો ખાદ્યાર્પણને માટે તેલે મોહેલા મેંદાથી ભરેલાં હતાં.
50 દશ શેકેલ સોનાનું એક ધૂપપાત્ર, ધૂપથી ભરેલું.
51 દહનીયાર્પણને માટે એક વાછરડો, એક ઘેટો, પહેલા વર્ષનો એક હલવાન.
52 પાપાર્થાર્પણોના ને માટે બે ગોધા, પાંચ ઘેટાં, પાંચ બકરાં, પહેલા વર્ષના પાંચ હલવાન:આમિહુદના દિકરા એલિશામનું અર્પણ હતું.
53 અને શાંત્યર્પણોના યજ્ઞને માટે બે ગોધા, પાંચ ઘેટા, પાંચ બકરા, પહેલા વર્ષના પાંચ હલવાન: આમિહુદના દિકરા એલિશામનું અર્પણ હતું.
54 આઠમે દિવસે પદાહસૂરનો દિકરો ગમાલ્યેય, મનાશ્શાના પુત્રોનો અધિપતિ,
55 તેનું અર્પણ હતું:રૂપાની એક કથરોટ, જેનું વજન એકસો ને ત્રીસ શેકેલ હતું, ને પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે સિત્તેર શેકેલ રૂપાનો એક પ્યાલો. બન્‍ને પાત્રો ખાદ્યાર્પણને માટે તેલે મોહેલા મેંદાથી ભરેલાં હતાં.
56 દશ શેકેલ સોનાનું એક ધૂપપાત્ર, ધૂપથી ભરેલું.
57 દહનીયાર્પણને માટે એક વાછરડો, એક ઘેટો, પહેલા વર્ષનો એક હલવાન.
58 પાપાર્થાર્પણને માટે બકરાંમાંથી એક નર.
59 અને શાંત્યર્પણોના ને માટે બે ગોધા, પાંચ ઘેટાં, પાંચ બકરા, પહેલા વર્ષના પાંચ હલવાન:પદાહસૂરના દિકરા ગમાલ્યેલનું અર્પણ હતું.
60 નવમે દિવસે ગિદિયોનીનો દિકરો અબીદાન, બિન્યામીનના પુત્રોનો અધિપતિ,
61 તેનું અર્પણ હતું:રૂપાની એક કથરોટ, જેનું વજન એકસો ને ત્રીસ શેકેલ હતું, ને પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે સિત્તેર શેકેલ રૂપાનો એક પ્યાલો. બન્‍ને પાત્રો ખાદ્યાર્પણને માટે તેલે મોહેલા મેંદાથી ભરેલાં હતાં.
62 દશ શેકેલ સોનાનું એક ધૂપપાત્ર, ધૂપથી ભરેલું.
63 દહનીયાર્પણને માટે એક વાછરડો, એક ઘેટો, પહેલા વર્ષનો એક હલવાન.
64 પાપાર્થાર્પણને માટે બકરામાંથી એક નર.
65 અને શાંત્યર્પણોના યજ્ઞને માટે બે ગોધા, પાંચ ઘેટા, પાંચ બકરા, પહેલા વર્ષના પાંચ હલવાન:ગિદયોનીના દિકરા અબીદાનનું અર્પણ હતું.
66 દશમે દિવસે આમિશાદ્દાઈનો દિકરો અહિયેઝેર, દાન ના પુત્રોનો અધિપતિ,
67 તેનું અર્પણ હતું:રૂપાની એક કથરોટ, જેનું વજન એકસો ને ત્રીસ શેકેલ હતું, ને પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે સિત્તેર શેકેલ રૂપાનો એક પ્યાલો. બન્‍ને પાત્રો ખાદ્યાર્પણને માટે તેલે મોહેલો મેંદાથી ભરેલાં હતાં.
68 દશ શેકેલ સોનાનું એક ધૂપપાત્ર, ધૂપથી ભરેલું.
69 દહનીયાર્પણને માટે એક વાછરડો, એક ઘેટો, પહેલા વર્ષનો એક હલવાન.
70 પાપાર્થાર્પણને માટે બકરાંમાંથી એક નર.
71 અને શાંત્યર્પણોના ને માટે બે ગોધા, પાંચ ઘેટા, પાંચ બકરા, પહેલા વર્ષના પાંચ હલવાન:આમિશાદ્દાઈના દિકરા અહિયેઝેરનું અર્પણ હતું.
72 અગિયારમે દિવસે ઓક્રોનનો દિકરો પાગિયેલ, આશેરના પુત્રોનો અધિપતિ,
73 તેનું અર્પણ હતું. રૂપાની એક કથરોટ, જેનું વજન એકસો ને ત્રીસ શેકેલ હતું, ને પવિત્ર સ્થાનના શેકેલ પ્રમાણે સિત્તેર શેકેલ રૂપાનો એક પ્યાલો. બન્‍ને પાત્રો ખાદ્યાર્પણને માટે તેલે મોહેલા મેંદાથી ભરેલાં હતાં.
74 દશ શેકેલ સોનાનું એક ધૂપપાત્ર, ધૂપથી ભરેલું.
75 દહનીયાર્પણને માટે એક વાછરડો, એક ઘેટો પહેલા વર્ષનિ એક હલવાન.
76 પાપાર્થાર્પણને માટે બકરાંમાંથી એક નર.
77 અને શાંત્યર્પણોના ને માટે બે ગોધા, પાંચ ઘેટા, પાંચ બકરા, પહેલા વર્ષના પાંચ હલવાન:ઓક્રાનના દિકરા પાગિયેલનું અર્પણ હતું.
78 બારમે દિવસે એનાનો દિકરો અહીરા, નફતાલીના પુત્રોનો અધિપતિ,
79 તેનું અર્પણ હતું:રૂપાની એક કથરોટ, જેનું વજન એકસો ને ત્રીસ શેકેલ હતું, ને પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે સિત્તેર શેકેલ રૂપાનો એક પ્યાલો. બન્‍ને પાત્રો ખાદ્યાર્પણને માટે તેલે મોહેલા મેંદાથી ભરેલા હતાં.
80 દશ શેકેલ સોનાનું એક ધૂપપાત્ર, ધૂપથી ભરેલું.
81 દહનીયાર્પણને માટે એક વાછરડો, એક ઘેટો, પહેલા વર્ષનો એક હલવાન,
82 પાપાર્થાર્પણને માટે બકરામાંથી એક નર.
83 અને શાંત્યર્પણોના યને માટે બે ગોધા, પાંચ ઘેટા, પાંચ બકરા, પહેલા વર્ષના પાંચ હલવાન:એનાનના દિકરા અહીરાનું અર્પણ હતું.
84 જે દિવસે વેદીનો અભિષેક થયો તે દિવસે ઇઝરાયલના અધિપતિઓએ તેનું પ્રતિષ્ઠાર્પણ કર્યું, તે હતું.:એટલે રૂપાની બાર કથરોટો, રૂપાના બાર પ્યાલા, સોનાનાં બાર ધૂપપાત્ર.
85 રૂપાનિ દરેક કથરોટનું વજન એક સો ને ત્રીસ શેકેલ હતું, ને દરેક ધૂપપાત્રનું સિત્તેર શેકેલ હતું. બધાં રૂપાનાં પાત્રોનું કુલ વજન, પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે, બે હજાર ચારસો શેકેલ હતું.
86 સોનાનાં ધૂપપાત્રો બાર, ધૂપથી ભરેલાં, પ્રત્યેકનું વજન પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે દશ શેકેલ હતું. ધૂપપાત્રોનું સોનું બધું મળી એકસો ને વીસ શેકેલ હતું.
87 દહનીયાર્પણને માટે બધા મળી બાર ગોધા, બાર ઘેટા, પહેલા વર્ષના બાર હલવાન, તેઓના ખાદ્યાર્પણ સાથે. અને પાપાર્થાર્પણને માટે બકરામાંથી બાર નર.
88 અને શાંત્યર્પણોના ને માટે બધા ગોધા મળી ચોવીશ ગોધા, સાઠ ઘેટા, સાઠ બકરા, પહેલા વર્ષના સાઠ હલવાન, વેદીનો અભિષેક થયા પછી તેને પ્રતિષ્ઠાર્પણ કરવામાં આવ્યું.
89 અને મુલાકાતમંડપમાં મૂસા તેમની સાથે બોલવા ગયો, ત્યારે બે કરૂબો મધ્યેથી કરારકોશ પરના દયાસન ઉપરથી પોતાની સાથે બોલનારની વાણી તેણે સાંભળી; અને તે તેની સાથે બોલ્યા.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×