Bible Versions
Bible Books

Numbers 8 (GUV) Gujarati Old BSI Version

1 અને યહોવાએ મૂસાને કહ્યું, “હારુનને એમ કહે કે,
2 જ્યારે તું દીવા સળગાવે ત્યારે સાત દીવા દીપવૃક્ષની આગળ પ્રકાશ પાડે.”
3 અને હારુને પ્રમાણે કર્યું. જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી, તેમ તેણે દીપવૃક્ષની આગળ દીવા સળગાવ્યા.
4 અને દીપવૃક્ષનું કામ ઘડેલા સોનાનું હતું. તેની બેસણીથી તેનાં ફૂલો સુધી તે ઘડતર કામનું હતું: જે નમૂનો યહોવાએ મૂસાને બતાવ્યો હતો, તે પ્રમાણે તેણે દીપવૃક્ષ બનાવ્યું.
5 અને યહોવાએ મૂસાને કહ્યું,
6 “ઇઝરાયલી લોકોમાંથી લેવીઓને લઈને તેઓને શદ્ધ કર.
7 અને તેઓને શુદ્ધ કરવા માટે તું તેઓને પ્રમાણે કર:શુદ્ધિકરણનું પાણી તેઓના ઉપર છાંટ, ને તેઓ પોતાનું આખું શરીર મૂંડાવે, ને પોતાનાં વસ્‍ત્ર ધોઈ નાખે, ને પોતાને સ્વચ્છ કરે.
8 અને તેઓ એક વાછરડો તથા તેનું ખાદ્યાર્પણ, એટલે તેલે મોહેલો મેંદો લે. અને પાપાર્થાર્પણને માટે તું બીજો એક વાછરડો લે.
9 અને મુલાકાતમંડપની સામે તું લેવીઓને રજૂ કર. અને ઇઝરાયલીઓની સમગ્ર પ્રજાને તું એકઠી કર.
10 અને યહોવાની સમક્ષ તું લેવીઓને રજૂ કર. અને લેવીઓ પર ઇઝરાયલીઓ પોતાના હાથ મૂકે.
11 અને ઇઝરાયલીઓ તરફથી યહોવાની સેવા કરવાના કામમાં લેવીઓ આવે માટે હારુન યહોવાની આગળ આરત્યર્પણ તરીકે લેવીઓને અર્પણ કરે.
12 અને લેવીઓ પોતાના હાથ વાછરડાંઓનાં માથાં પર મૂકે. અને લેવીઓનું પ્રાયશ્ચિત્ત કરવા માટે એકને પાપાર્થાર્પણે માટે તથા બીજાને દહનીયાર્પણને માટે યહોવાની આગળ તું ચઢાવ.
13 અને હારુનની સામે તથા તેના દિકરાઓની સામે તું લેવીઓને ઊભા કર, ને યહોવાની આગળ આરત્યર્પણ તરીકે તું તેઓને અર્પણ કર.
14 એમ તું ઇઝરાયલી પ્રજામાંથી લેવીઓને આગળ કર; અને લેવીઓ મારા થાય.
15 અને ત્યાર પછી લેવીઓ મુલાકાતમંડપને લગતી સેવા કરવાને અંદર જાય. અને તું તેઓને શુદ્ધ કર, ને આરત્યર્પણ તરીકે તેઓને તું અર્પણ કર.
16 કેમ કે ઇઝરાયલીઓમાંથી તેઓ મને સંપૂર્ણ અપાયેલા છે. બધા ગર્ભસ્થાન ઉઘાડનારાઓને બદલે એટલે સર્વ ઇઝરાયલમાંથી પ્રથમ જન્મેલાંને બદલે તેઓને મેં પોતાને માટે લીધા છે.
17 કેમ કે ઇઝરાલી લોકોનાં સર્વ પ્રથમ જન્મેલાં માણસ તથા પશુ મારાં છે. જે દિવસે મેં મિસર દેશમાં સર્વ પ્રથમ જન્મેલાંને માર્યા, તે દિવસે મેં મારે માટે તેઓને અલગ કર્યાં.
18 અને ઇઝરાયલી લોકોનાં સર્વ પ્રથમ જન્મેલાંને બદલે મેં લેવીઓને લીધા છે.
19 ઇઝરાયલી લોકોમાંથી લેવીઓને મુલાકાત મંડપમાં ઇઝરાયલી લોકોની સેવા કરવાને, તથા ઇઝરાયલી લોકોને માટે પ્રાયશ્ચિત્ત કરવાને મેં હારુનના તથા તેના દિકરાઓના તાબામાં સોંપ્યા છે; કે ઇઝરાલી લોકો પવિત્રસ્થાનની પાસે આવે, ત્યારે ઇઝરાયલી લોકો મધ્યે મરકી થાય.
20 મૂસાએ તથા હારુને તથા ઇઝરાયલની સમગ્ર પ્રજાએ લેવીઓને પ્રમાણે કર્યું. લેવીઓ વિષે જે સર્વ આજ્ઞા યહોવાએ મૂસાને આપી હતી તે પ્રમાણે ઇઝરાયલી લોકોએ તેઓને કર્યું.
21 અને લેવીઓએ પોતાને પાપથી શુદ્ધ કર્યા, ને તેઓએ પોતાનાં વસ્‍ત્ર ધોયાં. અને હારુને યહોવાની સમક્ષ આરત્યર્પણ તરીકે તેઓને અર્પણ કર્યા. અને હારુને તેઓને શુદ્ધ કરવાને તેઓને માટે પ્રાયશ્ચિત્ત કર્યું.
22 અને ત્યાર પછી લેવીઓ હારુનની નજર નીચે તથા તેના દિકરાઓની નજર નીચે તથા તેના દિકરાઓની નજર નીચે સેવઅ કરવા મુલાકાતમંડપમાં ગયા. જેમ યહોવાએ લેવીઓ વિષે મૂસાને આપી હતી તેમ તેઓએ તેઓને કર્યું.
23 અને યહોવાએ મૂસાને કહ્યું,
24 “લેવીઓની ફરજ છે: પચ્ચીસ વર્ષના તથા તેની ઉપરના જનો અંદર જઈને મુલાકાતમંડપના કામની સેવાચાકરીમાં હાજર રહે.
25 અને પચાસ વર્ષની ઉમરથી તેઓ તે કામમાં હાજર રહેવાનું બંધ કરે, ને ત્યાર પછી સેવાચાકરી કરે.
26 પણ સંભાળ રાખવામાં તેઓ મુલાકાતમંડપમાં પોતાનાં ભાઈઓની સાથે સેવા કરે, ને સેવાચાકરી કરે. લેવીઓને સોંપેલી સેવા વિષે તું તેઓને એમ કર.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×