Bible Versions
Bible Books

Psalms 129 (GUV) Gujarati Old BSI Version

1 ચઢવાનું ગીત. તેઓએ મારા નાનપણથી મને બહુ દુ:ખ દીધું છે, એમ ઇઝરાયલ હમણાં કહો.
2 મારા નાનપણથી તેઓએ મને બહુ દુ:ખ દીધું છે; તોપણ તેઓ મારા પર ફાવ્યા નથી!
3 મારા બરડા ઉપર હળ ખેડનારાઓએ હળ ચલાવ્યું; અને લાંબા લાંબા ચાસ કાઢ્યા.
4 યહોવા ન્યાયી છે; તેમણે દુષ્ટોએ બાંધેલાં બંધનો કાપ્યાં છે.
5 જેઓ સિયોન પર દ્વેષ રાખે છે તેઓ સર્વ શરમાઈ જાઓ તથા પાછા હઠો.
6 તેઓ ધાબા પરના ઘાસ જેવા થાઓ કે, જે મોટું થયા પહેલાં કરમાઈ જાય છે;
7 એથી કાપનાર પોતાનો હાથ, અને પૂળાં બાંધનાર પોતાની બાથ ભરી શક્તો નથી.
8 વળી તેઓની પાસે થઈને જનારા એવું કહેતા નથી, “યહોવાનો આશીર્વાદ તમારા પર હો; યહોવાને નામે અમે તમને આશિષ આપીએ છીએ.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×