Bible Versions
Bible Books

Psalms 137 (GUV) Gujarati Old BSI Version

1 બાબિલની નદીઓને કાંઠે અમે બેઠા, અને અમને સિયોનનું સ્મરણ થઈ આવ્યું ત્યારે અમે રડ્યા.
2 અને ત્યાંનાં વૃક્ષો ઉપર અમે અમારી સિતારો ટાંગી દીધી.
3 કેમ કે ત્યાં અમને બંદીવાસમાં લઈ જનારાઓએ ગીત ગાવાનું ફરમાવ્યું. અમારા પજવનારાઓએ કહ્યું, “અમને ગમત થાય માટે સિયોનનાં ગીતોમાંનું કોઈ એક ગીત ગાઓ.”
4 પણ પારકા દેશમાં અમે યહોવાનું ગીત કેમ ગાઈ શકીએ?
5 હે યરુશાલેમ, જો હું તને વીસરી જાઉં તો મારો જમણો હાથ પોતાનું કર્તવ્ય વીસરી જાય.
6 જો હું તારું સ્મરણ કરું, અથવા જો મારા મુખ્ય આનંદ કરતાં યરુશાલેમને શ્રેષ્ઠ માનતો હોઉં, તો મારી જીભ મારા તાળવાને ચોંટી જાય.
7 હે યહોવા, જે દિવસે અદોમપુત્રો કહેતા હતા, “યરુશાલેમને જડમૂળથી ઉખેડી નાખો” તે દિવસને તમે યાદ રાખો.
8 હે નાશ પામનારી બાબિલની દીકરી, તેં જે વર્તન અમારી સાથે ચલાવ્યું છે તેવું વર્તન જે કોઈ તારી સાથે ચલાવે તેને ધન્ય છે.
9 જે કોઈ તારાં બાળકોને પકડીને પથ્થર પર અફાળે તેને ધન્ય છે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×