Bible Versions
Bible Books

Psalms 14 (GUV) Gujarati Old BSI Version

1 મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત. મૂર્ખે પોતાના મનમાં માન્યું છે, “ઈશ્વર છે નહિ.” તેઓ પતિત છે, તેઓએ અમંગળ કૃત્યો કર્યાં છે; સત્કાર્ય કરનાર કોઈ નથી.
2 કોઈ સમજનાર અને કોઈ ઈશ્વરને શોધનાર છે કે નહિ તે જોવાને યહોવાએ આકાશમાંથી મનુષ્યો ઉપર દષ્ટિ કરી.
3 તેઓ સર્વ માર્ગભ્રષ્ટ થયા છે; તેઓ પૂરેપૂરા મલિન થઈ ગયા છે. સત્કાર્ય કરનાર કોઈ નથી, ના, એક પણ નથી.
4 શું સર્વ ભૂંડું કરનારાને કંઈ જ્ઞાન નથી? જાણે તેઓ રોટલા ખાતા હોય, તેમ તેઓ મારા લોકને ખાઈ જાય છે, અને યહોવાને વિનંતી કરતા નથી.
5 ત્યાં તેઓ બહુ ભયભીત થયા; કેમ કે ઈશ્વર ન્યાયીઓની સાથે છે.
6 તમે ગરીબના વિચાર નિરર્થક કરી નાખો છો, પણ યહોવા તેનો આશ્રય છે.
7 સિયોનમાંથી ઇઝરાયલનું તારણ આવે તો કેવું સારું! યહોવા પોતાના લોકની આબાદી પાછી આપશે, ત્યારે યાકૂબ હર્ષ પામશે અને ઇઝરાયલ આનંદ કરશે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×