Bible Versions
Bible Books

Psalms 24 (GUV) Gujarati Old BSI Version

1 દાઉદનું ગીત. પૃથ્વી તથા તેનું સર્વસ્વ યહોવાનાં છે; જગત તથા તેમાં રહેનારાં પણ તેમનાં છે.
2 કેમ કે તેમણે સમુદ્રો પર તેનો પાયો નાખ્યો છે, અને જળપ્રવાહો પર તેને સ્થિર કર્યું છે.
3 યહોવાના પર્વત પર કોણ ચઢી શકશે? તેમના પવિત્રસ્થાનમાં કોણ ઊભો રહી શકશે?
4 જેના હાથ શુદ્ધ છે, જેનું હ્રદય નિર્મળ છે; જેણે પોતાનું મન અસત્યમાં લગાડયું નથી, અને જૂઠા સોગન ખાધા નથી તે ચઢી શકશે.
5 તે યહોવાનો આશીર્વાદ પ્રાપ્ત કરશે. અને પોતાના તારણના ઈશ્વરથી ન્યાયીપણું પામશે.
6 હે યાકૂબના ઈશ્વર, જેઓ તમારું મુખ શોધે છે તેઓની પેઢી છે. (સેલાહ)
7 હે ભાગળો, તમારાં માથાં ઊંચાં કરો; હે પુરાતન દ્વારો, તમે ઊંચાં થાઓ; એટલે ગૌરવવાન રાજા અંદર આવશે.
8 ગૌરવવાન રાજા તે કોણ? યહોવા, જે બળવાન તથા પરાક્રમી છે, યહોવા, જે યુદ્ધમાં પરાક્રમી છે, તે જ.
9 હે ભાગળો, તમારાં માથાં ઊંચાં કરો; પુરાતન દ્વારો, તમે પણ ઊંચાં થાઓ; એટલે ગૌરવવાન રાજા અંદર આવશે.
10 ગૌરવવાન રાજા તે કોણ? સૈન્યોના યહોવા; તે ગૌરવવાન રાજા છે. (સેલાહ)
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×