Bible Versions
Bible Books

Psalms 75 (GUV) Gujarati Old BSI Version

1 મુખ્ય ગવૈયાને માટે; રાગ આલ-તાશ્ખેથ આસાફનું ગીત; ગાયન હે ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ; આભાર માનીએ છીએ, કેમ કે તમારું નામ સંનિધ છે; લોકો તમારાં આશ્ચર્યકારક કામો પ્રગટ કરે છે.
2 પ્રસંગ આવશે ત્યારે હું તમારો યથાર્થ ન્યાય કરીશ.
3 પૃથ્વી તથા તેની બધી વસતિ ક્ષય પામે ત્યારે હું તેના સ્તંભો સ્થાપન કરીશ. (સેલાહ)
4 મેં વડાઈ કરનારાઓને કહ્યું, “વડાઈ કરશો નહિ;” અને દુષ્ટોને કહ્યું, “શિંગ ઉઠાવશો નહિ;”
5 તમારું શિંગ ઊંચું કરો; અક્કડ ગરદનથી બોલો.
6 કેમ કે ઉદયથી કે અસ્તથી કે દક્ષિણથી પણ ઉન્નતિ આવતી નથી.
7 પણ ઈશ્વર છે, તે ન્યાયાધીશ છે; તે એકને નીચે પાડી નાખે છે, અને બીજાને ઊંચો કરે છે.
8 કેમ કે યહોવાના હાથમાં પ્યાલો છે, તેમાંનો દ્રાક્ષારસ રાતો છે; તે તેજાનાની મેળવણીથી ભરેલો છે, તેમાંથી તે પીરસે છે; પૃથ્વીના દુષ્ટો ખરેખર તળિયે પડી રહેલો કૂચો ચૂસી જશે.
9 પણ હું તો હંમેશાં આનંદ કરીશ, હું યાકૂબના ઈશ્વરનાં સ્તોત્રો ગાઈશ.
10 હું દુષ્ટોનાં સર્વ શિંગ કાપી નાખીશ; પણ ન્યાયીઓનાં શિંગો ઊંચાં કરવામાં આવશે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×