Bible Versions
Bible Books

Deuteronomy 26 (GUV) Gujarati Old BSI Version

1 “તમાંરા દેવ યહોવા તમને જે દેશ આપી રહ્યા છે તેમાં તમે પહોંચો અને તેનો કબજો લઈને તેમાં વસવાટ કરો,
2 ત્યારે તમાંરે તમાંરા દેવ યહોવા તમને જે ભૂમિ આપી રહ્યંા છે તેમાં થતા પ્રત્યેક પાકનો પ્રથમ ભાગ તમાંરે લઇ, અને તેને યહોવા તમાંરા દેવ તેની ઉપાસના કરવા જે જગ્યા પસંદ કરે ત્યાં લઇ જવો.
3 અને તે દિવસે ત્યાં જે કોઈ યાજક સેવા કરતો હોય તેની પાસે જઈને કહેવું કે, ‘હું તમાંરા દેવ યહોવા સમક્ષ જાહેર કરું છું કે, જે દેશ અમને આપવાનું યહોવાએ અમાંરા પિતૃઓને વચન આપ્યું હતું તેમાં અમે પ્રવેશ કર્યો છે.’
4 “પછી યાજકે તમાંરા હાથમાંથી ટોપલો લઈને તમાંરા દેવ યહોવાની વેદી સમક્ષ મુકવો.
5 પછી તમાંરે તમાંરા યહોવા દેવ સમક્ષ કહેવું, ‘માંરા પિતૃઓ સ્થળાંતર કરીને આવેલા અરામીઓ હતા અને આશ્રય માંટે મિસરમાં ગયા હતા. તેઓ ઘણી ઓછી સંખ્યામાં હતા, પરંતુ તેઓ ત્યાં એક મોટી, શકિતશાળી અને અસંખ્ય પ્રજા બન્યા હતા,
6 પરંતુ મિસરીઓએ અમાંરી સાથે દુર્વ્યવહાર કર્યો, અમને ગુલામ બનાવી, અમાંરા પર ત્રાસ ગુજારી અને અત્યાચાર કરી, અમાંરી પાસે મજુરી કરાવી.
7 ત્યારે અમે અમાંરા યહોવા દેવને પોકાર કર્યો. તેમણે અમાંરો સાદ સાંભળ્યો અને અમાંરાં દુ:ખો, મુશ્કેલીઓ અને સતામણી જોયા;
8 અને તેણેે પરચાઓ તથા અદ્ભૂત કૃત્યો કર્યા, કે જે મિસરવાસીઓના મનમાં ખૂબ ભય લાવ્યાં,અને તેના પ્રચંડ બાહુબળથી તે આપણને મિસર માંથી બહાર લાવ્યા.
9 અને અમને જગ્યાએ લાવીને દૂધ અને મધથી રેલછેલ થતો પ્રદેશ આપ્યો.
10 અને હવે, હે યહોવા જુઓ જે પ્રદેશ તમે મને આપ્યો છે તેની ઊપજનું પ્રથમ ફળ, હું લાવ્યો છું.’“પછી ત્યાં તમાંરા યહોવા દેવ સમક્ષ તે ભાગ મૂકીને દંડવત પ્રણામ કરી તેમની ઉપાસના કરવી.
11 અને પછી તમાંરા દેવ યહોવાએ તમાંરું અને તમાંરા કુટુંબનું જે ભલું કર્યુ છે તેને માંટે તમાંરે લેવીઓએ અને તમાંરી વચ્ચે રહેતા વિદેશીઓએ ભેગા મળીને આનંદોત્સવ કરવો.
12 “પ્રત્યેક ત્રીજું વર્ષ ખાસ દશાંશનું વર્ષ ગણવું. તે વષેર્ તમાંરે તમાંરો સર્વ દશાંશ લેવીઓને, વિદેશીઓને, વિધવાઓને અને અનાથોને આપવો જેથી તેઓ તમાંરાં ગામોમાં ધરાઈને ખાવા પામે.
13 પછી તમાંરે તમાંરા દેવ યહોવા સમક્ષ કહેવું કે, ‘મેં માંરા ઘરેથી બધી વસ્તુઓનો દશાંશ ભાગ કાઢી લીધો છે અને તે લેવીઓને, વિદેશીઓને, વિધવાઓને અને અનાથોને તમાંરી આજ્ઞા મુજબ આપી દીધો છે. તમાંરી એકપણ આજ્ઞાનો મેં ભંગ કર્યો નથી તેમજ હું ભૂલ્યો પણ નથી.
14 હું અશુદ્વ હતો ત્યારે હું દશાંશને અડકયો પણ હતો. શોકના સમયમાં મેં કાંઈ ખાધું નથી, કે મૃતાત્માંઓને ધરાવ્યું પણ નથી, હે માંરા યહોવા, મેં તમાંરું કહ્યું કર્યુ છે. તમે જે આજ્ઞાઓ જણાવી હતી તે બધી મેં પાળી છે.
15 તમાંરા પવિત્રધામ સ્વર્ગમાંથી નીચે જુઓ, અને તમાંરી ઇસ્રાએલી પ્રજા ઉપર, તેમ અમાંરા પિતૃઓને વચન આપ્યા પ્રમાંણે તમે અમને દૂધ અને મધથી છલકાતો જે દેશ આપ્યો છે તેના ઉપર આશીર્વાદ વરસાવો.’
16 “આજે તમાંરા દેવ યહોવા તમને નિયમો અને કાનૂનો પાળવાની આજ્ઞા કરે છે; તમાંરે પ્રામાંણિકતાથી હૃદયપુર્વક તેમને પાળવાના છે.
17 તમે આજે યહોવાને તમાંરા દેવ તરીકે સ્વીકાર્યા છે. તમે તેણે ચીંધેલા માંગેર્ ચાલવાનો કરાર કર્યો છે. તેનાં કાયદાઓ, આજ્ઞાઓ અને નિયમો પાળવાનાં છે અને જે કહે તે પ્રમાંણે કરવાનું વચન તમે આપ્યું છે.
18 યહોવાએ તમને જે વચન આપ્યું હતું તે પ્રમાંણે આજે તમને પોતાના ખાસ લોકો તરીકે પસંદ કર્યા છે, તેથી તમાંરે તેની સર્વ આજ્ઞાઓનું પાલન કરવાનું છે.
19 તેથી જો તમે તે પ્રમાંણે કરશો તો યહોવા તમને અન્ય પ્રજાઓ કરતા મહાન પ્રજા બનાવશે, અને તમને માંન-પ્રતિષ્ઠા અને ગૌરવ પ્રાપ્ત થશે. અને યહોવાએ આપેલા વચન પ્રમાંણે તમે એક પવિત્ર દેશ બનશો કે જે યહોવાને વિશિષ્ટ રીતે સમપિર્ત છે.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×