Bible Versions
Bible Books

Deuteronomy 5 (GUV) Gujarati Old BSI Version

1 બધા ઇસ્રાએલી લોકોને બોલાવીને મૂસાએ તેઓને કહ્યું, “હે ઇસ્રાએલીઓ, આજે હું તમને જે કાયદાઓ અને નિયમો સંભળાવું છું તે ધ્યાનથી સાંભળો અને શીખી લો અને ચોક્કસ એનું પાલન કરો.
2 આપણા દેવ યહોવાએ આપણી સાથે હોરેબમાં કરાર કર્યો હતો.
3 કરાર યહોવાએ આપણા પિતૃઓ સાથે નહિ પણ આપણી સાથે કર્યો હતો, જેઓ આજે અહીં જીવતા રહ્યા છે.
4 યહોવા તમાંરી સાથે ત્યાં પર્વત પર અગ્નિમાંથી પ્રત્યક્ષ બોલ્યા હતા,
5 તે સમયે યહોવાના શબ્દો તમને સંભળાવવા હું મધ્યસ્થ તરીકે ઊભો હતો, કારણ કે, તમને અગ્નિનો ભય લાગતો હતો અને તમે પર્વત પર તેમની પાસે ગયા ન્હોતા. અને મેં તમને તે કહી સંભળાવ્યા હતા. તેમણે કહ્યું હતું:
6 “ગુલામીના દેશ મિસરમાંથી તમને મુકત કરી બહાર લાવનાર હું તમાંરો દેવ છું.
7 “માંરા સિવાય તમાંરે કોઈ પણ અન્ય દેવની ઉપાસના કરવી જોઈએ નહિ.
8 “ઉપર આકાશમાં કે નીચે પૃથ્વી પર કે પૃથ્વી નીચેના જળમાં વસનાર પશુ, પક્ષી કે જળચર પ્રાણીની મૂર્તિ તમાંરે બનાવવી નહિ.
9 અને તમાંરે તેને નમસ્કાર કરીને તેમની પૂજા કરવી નહિ. કારણ કે, હું તમાંરો દેવ યહોવા અનન્ય નિષ્ઠાની અપેક્ષા રાખનાર દેવ છું. જે માંરો તિરસ્કાર કરે છે, તેમનાં સંતાનોને હું ત્રીજી તથા ચોથી પેઢી સુધી તેમનાં પાપોની શિક્ષા કરું છું.
10 પરંતુ જે લોકો માંરા પર પ્રેમભાવ રાખે છે અને માંરી આજ્ઞાઓનું પાલન કરે છે, તેઓની હજારો પેઢી સુધી હું તેમના પર કૃપા કરું છું.
11 “તમાંરી ઇચ્છા તમે લીધેલી પ્રતિજ્ઞા પૂર્ણ કરવાની ના હોય તો તમાંરે તમાંરા દેવનું યહોવાનું નામ નકામું ના લેવું. જે કોઈ યહોવાનું નામ નકામું લે છે તેને તે શિક્ષા કર્યા વગર રહેતો નથી.
12 “તમાંરા દેવ યહોવાની આજ્ઞા મુજબ વિશ્રામવારને પવિત્ર રાખજો.
13 બાકીના દિવસો તમાંરે તમાંરા રોજના બધા કામકાજ કરવાં.
14 પરંતુ સાતમો દિવસ તો વિશ્રામવાર છે, તમાંરા દેવ યહોવાનો દિવસ છે. તે દિવસે તમાંરે કોઈ પણ પ્રકારનું કામ કરવું નહિ,-તમાંરે કે તમાંરા પુત્રો કે તમાંરી પુત્રીઓએ, તમાંરા દાસ કે તમાંરી દાસીએ, તમાંરા બળદોએ કે ગધેડાઓએ કે પછી બીજા કોઈ પશુએ, તેમજ તમાંરા ગામોમાં વસતા કોઈ પણ વિદેશીએ પણ કામ કરવું, જેથી તમાંરા દાસ-દાસીઓ પણ તમાંરી જેમ આરામ કરે.
15 તમાંરે વિશ્રામ દિવસનું પાલન કરવાનંુ છે. યહોવા તમને આજ્ઞા આપે છે કે જેથી તમે યાદ રાખો કે તમે મિસરમાં ગુલામો હતાં, અને યહોવા તમાંરા દેવે તેની મહાન હાથ વડે તમને ગુલામીમાંથી મુકત કર્યા અને તમને મિસરમાંથી બહાર લાવ્યાં.
16 “યહોવાની આજ્ઞા પ્રમાંણે તમાંરે તમાંરા માંતા અને પિતાનો આદર કરવો, કે જેથી યહોવા તમાંરા દેવ તમને જે ભૂમિ આપી રહ્યાં છે તેમાં તમે લાંબા સમય માંટે સારુ જીવો.
17 “તારે હત્યા કરવી નહિ,
18 “તારે વ્યભિચાર કરવો નહિ.
19 “તારે ચોરી કરવી નહિ.
20 “તારે બીજા લોકો વિરુદ્ધ ખોટી સાક્ષી પૂરવી નહિ.
21 “તમાંરા પડોશીની પત્નીની કામના કરવી નહિ, તેમ તેના ઘર કે ખેતર, દાસ કે દાસી, પશુ, ગધેડાં કે અન્ય કોઈ પણ વસ્તુનો કબજો કરવાની ઇચ્છા કરવી નહિ.”
22 “આ દશ આજ્ઞાઓ તમાંરા સમગ્ર સમુદાયને યહોવાએ તે પર્વત ઉપર અગ્નિ તથા ગાઢ વાદળમાંથી મોટા સાદે સંભળાવી હતી. પછી તે કશું બોલ્યા ન્હોતા અને તેમણે આજ્ઞાઓ મને પથ્થરની બે તકતીઓ ઉપર લખીને આપી હતી.
23 “પર્વત જયારે અગ્નિથી ભડભડ બળતો હતો, ત્યારે તમે અંધકારમાંથી અવાજ સાંભળ્યો, પછી તમાંરા કુળસમૂહોના બધાં આગેવાનો અને વડીલો માંરી પાસે આવ્યાં અને વિનંતી કરી,
24 “આપણા દેવ યહોવાએ અમને પોતાના ગૌરવ અને માંહાત્મ્ય દર્શન કરાવ્યાં છે, અને અમે અગ્નિમાંથી તેમનો અવાજ સાંભળ્યો છે; આજે અમે જોયું અને જાણ્યું છે કે દેવ માંણસ સાથે બોલે છતાં માંણસ જીવતો રહે છે.
25 પરંતુ અમાંરે મોતનું જોખમ ફરી શા માંટે લેવું? મહાભયંકર અગ્નિ તો અમને સૌને ભસ્મીભૂત કરી નાખશે. જો અમે ફરી વાર અમાંરા દેવ યહોવાનો અવાજ સાંભળીશું તો અમે જરૂર મૃત્યુ પામીશું.
26 પૃથ્વી પર એવી કોઈ વ્યકિત નથી જેણે, જીવતા દેવને અગ્નિમાંથી બોલતા સાંભળ્યા હોય આપણી જેમ, અને હજી જીવતું હોય.
27 તમે તેમની પાસે જાઓ અને આપણાં દેવ યહોવા જે કહે તે સાંભળો, અને તેણે તમને જે કહ્યું હોય તે અમને જણાવો. અમે તે સાંભળીશું અને તેનું પાલન અવશ્ય કરીશું.’
28 “જયારે યહોવાએ તમાંરી વિનંતી માંન્ય રાખી અને મને કહ્યું, ‘આ લોકોએ તને જે જણાવ્યું છે તે મેં સાંભળ્યું છે. હું તેઓની વાત માંન્ય રાખું છું.
29 તે લોકોની વૃત્તિ હંમેશા આવી રહે અને તેઓ માંરાથી ડરતા રહે અને માંરી આજ્ઞાઓનું પાલન કરતા રહે તો કેવું સારું! તે લોકો અને તેમનાં સંતાનો પેઢી દર પેઢી સુખી રહે.
30 “‘જા, તું જઈને તે લોકોને કહે કે, તમે તમાંરા તંબુઓમાં પાછા જાઓ.
31 પણ તું પોતે અહીં માંરી પાસે ઊભો રહે, એટલે હું તને માંરી બધી આજ્ઞાઓ, કાયદાઓ અને નિયમો સંભળાવીશ; અને પછી તું તે લોકોને કહેજે, જેથી હું એમને જે ભૂમિનો કબજો આપનાર છું તેમાં ત્યાં તેઓ તે બધી આજ્ઞાઓનું પાલન કરે.’
32 “પછી મૂસાએ લોકોને કહ્યું. “તમાંરા દેવ યહોવાએ તમને જે આજ્ઞાઓ કરી છે તેનું કાળજી રાખીને પાલન કરજો. અને તમે જે માંગેર્ ચાલી રહ્યાં છો તેમાંથી વળતા નહિ.
33 અને જો તમાંરે જીવતા રહેવું હોય, સુખી થવું હોય અને જે ભૂમિનો કબજો તમે પ્રાપ્ત કરવાના છો તેમાં દીર્ધાયુ ભોગવવું હોય તો તમે તમાંરા દેવ યહોવાએ આપેલા માંર્ગ પર જીવન ગુજારજો.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×