Bible Versions
Bible Books

Isaiah 16 (GUV) Gujarati Old BSI Version

1 અરણ્યને માર્ગે સેલાથી, સિયોનની દીકરીના પર્વતની પાસે દેશના અમલદારને માટે હલવાન મોકલો.
2 માળા તોડી પાડયાને લીધે ભટકતાં પક્ષી જેવી મોઆબની દીકરી આર્નોનના ઓવારાઓ પર આવશે.
3 સલાહ આપો, ઇનસાફ કરો; ખરે બપોરે તારી છાયા રાતના જેવી કર; કાઢી મૂકેલાઓને સંતાડ; ભટકાનારાં વિષે ખબર આપ.
4 મોઆબના કાઢી મૂકેલાઓ તારી પાસે રહે; તું તેઓને માઠે વિનાશ કરનારાના મુખથી સંતાવાની જગા થા. કેમ કે જુલમ કરનારનો અંત આવ્યો છે, લૂંટ બંધ થઈ છે, પાયમાલી કરનારા દેશમાંથી નષ્ટ થયા છે.
5 કૃપાથી રાજયાશન સ્થાપિત થશે, ને દાઉદના માંડવામાં તે પર એક સત્યનિષ્ઠ પુરુષ બિરાજશે; તે ન્યાયાધીશ અદલ ઇનસાફ કરનાર અને પ્રામાણિકપણે વર્તવામાં ચપળ થશે.
6 અમે સાંભળ્યું છે કે મોઆબ અતિ ગર્વિષ્ઠ છે; હા, તેના અભિમાન, અહંકાર તથા ક્રોધ વિષે અમે સાંભળ્યું છે; પરંતુ તેની બડાઈ વ્યર્થ છે.
7 તે માટે મોઆબ મોઆબને માટે વિલાપ કરશે, તેમાંનો પરેક વિલાપ કરશે; ઘણો માર ખાઈને કીર-હરેસેથની સૂકી દ્રાક્ષાની બાટીઓને માટે તમે શોક કરશો.
8 કેમ કે હેશ્બોનનાં ખેતરો કસ વગરનાં થઈ ગયાં છે, સિબ્માના દ્રાક્ષાવેલાની ઉત્તમ કલમો વિદેશીઓના અધિપતિઓએ તોડી નાખી છે; તેઓ યાઝેર સુધી પહોંચતી, અરણ્યમાં તેઓ ફેલાવો પામતી; તેની ડાળી પસરી જતી, તેઓ સમુદ્રને પાર જતી.
9 તેથી યાઝેરના રુદનની સાથે હું સિબ્માના દ્રાક્ષાવેલાને માટે રડીશ; હે હેશ્બોન તથા એલાલે, હું તને મારાં આંસુઓથી સિંચીશ; કેમ કે તારાં ઉનાળાનાં ફળ પર તથા તારી ફસલ પર રણનાદ થયો છે.
10 ફળવંત ખેતરમાંથી આનંદ તથા હર્ષ જતા રહ્યા છે; દ્રાક્ષાવાડીઓમાં ગીત ગવાશે નહિ, હર્ષનાદ થશે નહિ, અને દ્રાક્ષાકુંડોમાં કોઈ ખૂંદનાર દ્રાક્ષારસ કાઢશે નહિ. મેં હર્ષનાં ગાયન બંધ કર્યાં છે.
11 તેથી મારું અંત:કરણ મોઆબને માટે વીણાની જેમ વાગે છે, ને કીર-હેરેસને માટે મારી આંતરડી કકળે છે.
12 જયારે મોઆબ દેખાશે, ને ઉચ્ચસ્થાનો પર ચઢતાં થાકી જશે, અને પોતાના પવિત્રસ્થાનમાં પ્રાર્થના કરવા માટે જશે, ત્યારે તેનાથી કંઈ થઈ શકશે નહિ.
13 યહોવાએ મોઆબ વિષે જે વાત અગાઉથી કહી હતી તે છે.
14 પણ હમણાં યહોવાએ પ્રમાણે કહ્યું છે, “રાખેલા ચાકરના જેવાં ત્રણ વર્ષની અંદર મોઆબનું ગૌરવ તેના તમામ મોટા સમુદાય સહિત તુચ્છ ગણાશે; અને તેનો શેષ બહુ થોડો તથા વિસાત વગરનો રહેશે.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×