Bible Versions
Bible Books

Isaiah 53 (GUV) Gujarati Old BSI Version

1 આપણને જે કહેવામાં આવ્યું છે તે કોણે માન્યું છે? અને યહોવાનો ભુજ કોની આગળ પ્રગટ થયેલો છે?
2 તે તો તેની સમક્ષ ફણગાની જેમ, તથા સૂકી ભૂમિમાંની જડની જેમ ઊગ્યો; તેનામાં કંઈ સૌદર્ય નહોતું, ને લાવણ્ય નહોતુમ; આપણે તેને જોયો ત્યારે તેનું સ્વરૂપ એવું નહોતું કે આપણે તેને ચાહીએ.
3 તે માણસોથી ધિક્કારાયેલો તથા તજાયેલો હતો; દુ:ખી પુરુષ ને દરદનો અનુભવી, ને જેને જોઈને આપણે મુખ અવળું ફેરવીએ, એવો તે ધિક્કાર પામેલો હતો, ને આપણે તેની કદર બૂજી નહિ.
4 ખચીત તેણે આપણાં દરદ માથે લીધાં છે, ને આપણાં દુ:ખ વેઠયાં છે; પણ આપણે તો તેને હણાયેલો, ઈશ્વરથી માર પામેલો, તથા પીડિત થયેલો માન્યો.
5 પણ આપણા અપરાધોને લીધે તે વીંધાયો, આપણાં પાપોને લીધે તે કચડાયો, આપણને શાંતિ પ્રાપ્ત કરાવવાને માટે તેને શિક્ષા થઈ, ને તેના સોળથી આપણને સાજાપણું મળ્યું છે.
6 આપણે સર્વ ઘેટાંની જેમ ભટકી ગયા છીએ, દરેક પોતપોતાને માર્ગે વળી ગયો છે, અને યહોવાએ તેના પર આપણા સર્વના પાપ નો ભાર મૂક્યો છે.
7 તેના પર જુલમ ગુજારવામાં આવ્યો તોપણ તેણે નમ્ર થઈને પોતાનું મોં ઉઘાડયું નહિ; હલવાન વધ કરવા માટે લઈ જવામાં આવે છે તેના જેવો, અને ઘેટી પોતાના કાતરનારની આગળ મૂંગી રહે છે, તેના જેવો તે હતો; તેણે તો પોતાનું મોં ઉઘાડયું નહિ.
8 જુલમથી તથા ન્યાયચુકાદાથી તેને લઈ જવામાં આવ્યો; તેની પેઢીના માણસોમાંથી કોણે વિચાર કર્યો કે, મારા લોકોના અપરાધોને લીધે તેના પર માર પડયો, ને તેને જીવતાઓની ભૂમિ પરથી મારી નાખવામાં આવ્યો?
9 તેની કબર દુષ્ટોની ભેગી ઠરાવેલી હતી, અને તેની મરણાવસ્થામાં તે દ્રવ્યવાનની સંઘાતે હતો; કેમ કે તેણે અપકાર કર્યો નહોતો, ને તેના મુખમાં કપટ નહોતું.
10 તોપણ યહોવાની મરજી તેને કચરવાની હતી; તેણે તેને દુ:ખી કર્યો; તેના આત્માનું દોષાર્થાપર્ણ થશે ત્યારે તે પોતાનાં સંતાન જોશે, તે દીર્ઘાયુ થશે, ને તેને હાથે યહોવાનો હેતુ સફળ થશે.
11 તે પોતાના આત્માના કષ્ટનું ફળ જોઈને સંતોષ પામશે; મારો ન્યાયી સેવક પોતાના જ્ઞાનથી ઘણાઓને ન્યાયી ઠરાવશે; અને તેઓના અપરાધો તે પોતાને માથે લેશે.
12 તે માટે હું મહાન પુરુષોની સાથે તેને હિસ્સો વહેંચી આપીશ, અને પરાક્રમીઓની સાથે તે લૂંટ વહેંચશે; કારણ કે તેણે પોતાનો આત્મા મરણ પામતાં સુધી રેડી દીધો, અને તે અપરાધીઓમાં ગણાયો! પરંતુ તેણે તો ઘણાઓનાં પાપ માથે લીધાં, અને અપરાધીઓને માટે મધ્યસ્થી કરી.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×