Bible Versions
Bible Books

Judges 3 (GUV) Gujarati Old BSI Version

1 પ્રજાઓ છે જેને યહોવાએ ભૂમિમાં છોડી દીધી, તેણે મુજબ ઈસ્રાએલના લોકોની પરીક્ષા કરવા કર્યુ જેઓએ કનાનની ભૂમિમાં યુદ્ધોમાં ભાગ લીધો નહોતો.
2 આમ કરવા પાછળ યહોવાનો હેતુ ઈસ્રાએલીઓની એક પછી એક આવતી પેઢીઓને અને ખાસ કરીને તો પ્રથમ જે લોકોને યુદ્ધનો અનુભવ નહોતો તેમને યુદ્ધની કળા શીખવવાનો હતો.
3 પ્રજાઓ પ્રમાંણે હતી: પાંચ પલિસ્તી રાજાઓ, બધાજ કનાનીઓ, સિદોનીઓ અને બઆલ હેર્મોન પર્વતથી માંડીને લબો-હમાંથ સુધી લબાનોન પર્વતના વિસ્તારમાં વસતા હિવ્વીઓ.
4 પ્રજાઓ ઈસ્રાએલીઓની કસોટી માંટે હતી અને જોવા કે યહોવાએ જે આજ્ઞાઓ મૂસા માંરફતે તેઓના પિતૃઓને આપી હતી તે ઈસ્રાએલી નવી પેઢી પાળશે કે નહી.
5 આમ ઈસ્રાએલીઓ, કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, પરિઝ્ઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓ ભેગા રહેવા લાગ્યા.
6 ઈસ્રાએલીઓએ તે લોકોની કન્યાઓનો પત્નીઓ તરીકે સ્વીકાર કરવા માંડયો અને પોતાની કન્યાઓને બીજી પ્રજાઓના પુત્રોની સાથે પરણાવવા માંડી, અને તેમના દેવોની પૂજા કરી.
7 આમ ઈસ્રાએલીઓ દેવની દૃષ્ટિમાં દુષ્ટ પાપી થઈ ગયા. પોતાના દેવ યહોવાને છોડી બઆલ દેવ અને અશેરોથની પૂજા કરવા લાગ્યા.
8 આથી ઈસ્રાએલીઓ ઉપર યહોવાનો કોપ ભભૂકી ઊઠયો અને તેણે તેમને અરામ-નાહરાઈમના રાજા કૂશાન રિશઆથાઈમના દ્વારા હરાવ્યા, અને આઠ વર્ષ સુધી તેઓએ તેની ગુલામી કરી.
9 ત્યાર પછી ઈસ્રાએલીઓએ યહોવાને ધા નાખી અને તેણે તેમને ઉગારવા માંટે એક માંણસ મોકલ્યો. કાલેબના નાના ભાઈ કનાઝનો દીકરો ઓથ્નીએલ હતો.
10 યહોવાનો આત્માં તેની સાથે હતો, યહોવાએ તેને શક્તિ આપી હતી અને તે ઈસ્રાએલીઓનો ન્યાયાધીશ બન્યો. તેણે ઈસ્રાએલીઓને યુદ્ધમાં દોર્યા અને અરામના રાજા કૂશાનને હરાવવા માંટે યહોવાએ તેની સહાય કરી.
11 આમ, ઓથ્નીએલ કનાઝના પુત્રનું અવસાન થયું ત્યાં સુધી દેશમાં 40 વર્ષ શાંતિ રહી.
12 ત્યારબાદ ફરી એકવાર ઈસ્રાએલીઓએ તેમના વર્તન દ્વારા યહોવા સામે પાપ કરવાનું શરું કર્યુ, તેથી યહોવાએ મોઆબના રાજા એગ્લોનને શક્તિશાળી બનાવ્યો અને તેને ઈસ્રાએલીઓ સામે મોકલ્યો.
13 એગ્લોન આમ્મોનીઓને અને અમાંલેકીઓને ભેગા કરી ઈસ્રાએલીઓ ઉપર હુમલો કર્યો અને યરીખો ખજૂરીઓનો પ્રદેશ જીતી લીધું.
14 અઢાર વર્ષ પર્યંત ઈસ્રાએલીઓ મોઆબના રાજા એગ્લોનના તાબામાં રહ્યાં.
15 ત્યારબાદ તેઓએ યહોવાને પોતાને બચાવવા પોકાર કર્યો તેથી યહોવાએ એક વ્યક્તિને બિન્યામીનના કુળસમૂહના ગેરાના પુત્ર એહૂદને ઊભો કર્યો. તે ડાબોડી હતો, ઈસ્રાએલીઓએ તેને ખંડણી સાથે મોઆબના રાજા એગ્લોન પાસે મોકલ્યો.
16 એહૂદે પોતાના માંટે દોઢફૂટ લાંબી બેધારી તરવાર બનાવી. અને પોતાની જમણી બાજુ કપડાં સાથે બાંધી દીધી.
17 ત્યારબાદ એહૂદે મોઆબના રાજા એગ્લોનને ખંડણી આપી. એગ્લોન શરીરે બહુ પુષ્ટ હતો.
18 ખંડણી અર્પણ આપી રહ્યાં પછી એહૂદે ખંડણી ઉપાડી લાવનારા સાથીઓને પાછા મોકલી દીધા.
19 પણ તે પોતે ગિલ્ગાલની મૂર્તિઓ પાસે રાજા આગળ પાછો ફર્યો અને કહ્યું, “હે રાજા, માંરે આપને એક ખાનગી સંદેશો આપવાનો છે.”રાજાએ તેને ચૂપ રહેવાનો હુકમ કર્યો અને પોતાના બધા સેવકોને રાજાએ બહાર મોકલી દીધા.
20 રાજા તેના મહેલમાં ઉપલા માંળે આવેલા પોતાના વરંડાના શીતળ ભાગમાં હતો જ્યારે તે એકલો હતો.ત્યારે એહૂદ તેની પાસે ગયો અને તેને ગુપ્ત રીતે કહ્યું, “માંરે આપને દેવનો એક ગુપ્ત સંદેશ આપવાનો છે.” એટલે એગ્લોન પોતાના આસન ઉપરથી ઊભો થઈ ગયો;
21 અને એહૂદે પોતાના ડાબા હાથે જમણે પડખેથી તરવાર ખેંચી કાઢીને રાજાના પેટમાં ઊડે સુધી હુલાવી દીધી.
22 તરવારના પાના પછી મૂઠ પણ અંદર ઊતરી ગઈ અને તેના ઉપર ચરબી ફરી વળી, કારણ, એહૂદે તરવાર પાછી ખેંચી કાઢી નહોતી.
23 પછી એહૂદે બહાર જઈ ઓરડીના બારણાં બંધ કરીને તાળું માંરી દીધું.
24 તેના ચાલ્યાં ગયા પછી એગ્લોનના નોકરો આવ્યા અને બારણાંને તાળું માંરેલું જોઈ તેમણે ધાર્યું કે રાજા ઠંડી ઓરડીના અંદરના ભાગમાં બાથરૂમમાં ગયા હશે.
25 લાંબા સમય સુધી રાહ જોયા પછી પણ રાજાએ બારણુંના ઉધાડયું ત્યારે તેઓને ચિંતા થઈ અને ચાવી લાવીને કળ ઉધાડી, બારણું ખોલીને જોયું તો તેઓનો રાજા જમીન પર મરેલો પડયો હતો.
26 તે લોકો રાહ જોતા હતાં તે દરમ્યાન એહૂદ ભાગી ગયો. તે પત્થરની ખીણો ઓળંગીને સેઈરાહ સુધી પહોંચી ગયો હતો.
27 એફ્રાઈમના પહાડી પ્રદેશમાં આવીને તેણે રણશિંગડું વગાડયું અને ઈસ્રાએલી લોકો ટેકરી પરથી નીચે આવ્યા અને તેને અનુસર્યાં.
28 તેણે તેઓને કહ્યું, “માંરી પાછળ આવો! કારણ, યહોવાએ તમાંરા દુશ્મન મોઆબીઓને તમાંરા હાથમાં સોંપી દીધા છે.”આથી તેઓ તેની પાછળ નીચે ઊતરી આવ્યા અને તે લોકો જે ઘાટેથી યર્દન નદી ઓળંગવાના હતાં તે કબજે કરી લીધા અને તેઓએ એક પણ જણને સીમાં ઓળંગીને જવા દીધો નહિ.
29 તે પછી તેમણે મોઆબીઓ પર હુમલો કરી તેઓના આશરે 10,000 શૂરવીર ખડતલ મોઆબી યોદ્ધાઓને માંરી નાખ્યા. એક પણ બચવા પામ્યો.
30 તે દિવસે મોઆબીઓને ઈસ્રાએલીઓ આગળ નમવું પડયું, પછીના 80 વર્ષ સુધી દેશમાં શાંતિ રહી.
31 એહૂદ પછી આનાથનો પુત્ર શામ્ગાર ન્યાયાધીશ બન્યો. તેણે 600 પલિસ્તીઓને માંરી નાખ્યાં. તેણે ઈસ્રાએલી પ્રજાને ઉગારી હતી.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×