Bible Versions
Bible Books

Judges 3 (GUV) Gujarati Old BSI Version

1 હવે ઇઝરાયલી લોકોની એટલે જેઓને કનાનની સાથે થયેલી સર્વ લડાઈઓનો અનુભવ થયો હતો તેઓની પરીક્ષા કરવાને,
2 અને ઇઝરાયલ પ્રજાની પેઢીઓ, એટલે જેઓને અગાઉ યુદ્ધ વિષે કંઈ માહિતી હતી, તે માહિતગર થઈને યુદ્ધકળા શીખે, ફક્ત માટે યહોવાએ જે દેશજાતિઓને રહેવા દીધી, તે છે:
3 એટલે પલિસ્તીઓના પાંચ સરદારો, તથા સર્વ કનાનીઓ, તથા સિદોનીઓ, ને બાલ-હેર્મોનના પહાડથી હમાથ જવાના માર્ગ સુધી, લબાનોન પર્વતમાં રહેનારા હિવ્વીઓ.
4 યહોવાએ મૂસાની મારફત તેઓના પિતૃઓને જે કરી હતી, તે ઇઝરાયલ પાળશે કે કેમ તેની પરીક્ષા કરવા માટે લોકોને રહેવા દેવામાં આવ્યા હતા.
5 ઇઝરાયલી લોકો કનાનીઓની, હિત્તીઓની, અમોરીઓની પરિઝીઓની, હિવ્વીઓની, તથા યબૂસીઓની ભેગા રહેતા હતા.
6 તેઓ તેઓની દીકરીઓને પરણતા, ને તેઓના દીકરાઓને પોતાની દીકરીઓ આપતા, ને તેઓના દેવોની ઉપાસના કરતા.
7 અને ઇઝરયલી લોકોએ યહોવાની દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું, ને પોતાન ઈશ્વર યહોવાને વીસરી જઈને બાલીમ તથા અશેરોથની ઉપાસના કરી.
8 તે માટે યહોવાનો કોપ ઇઝરાયલ પર સળગી ઊઠ્યો, ને તેમણે અરામ-નાહરાઈમના રાજા કૂશાન-રિશાથાઈમના હાથમાં તેઓની વેચી દીધા. અને આઠ વર્ષ સુધી ઇઝરાયલી લોકો કૂશાન-રિશાથાઈમને તાબે રહ્યા.
9 અને ઇઝરાયલી લોકોએ યહોવાને પોકાર કર્યો, ત્યારે યહોવાએ ઇઝરાયલી લોકોના બચાવનાર તરીકે કાલેબના નાના ભાઈ કનાઝના દીકરા ઓથ્નીએલને ઊભો કર્યો. તેણે તેઓને બચાવ્યા.
10 અને યહોવાનો આત્મા તેના પર આવ્યો, ને તેણે ઇઝરાયલનો ન્યાય કર્યો. અને તે લડાઈ કરવા લાગ્યો, ને યહોવાએ અરામના રાજા કૂશાન-રિશાથાઇમને તેના હાથમાં સોંપ્યો. અને તેને હાથે કૂશાન-રિશાથાઈમનો પરાજય થયો.
11 ચાળીસ વર્ષ સુધી દેશમાં શાંતિ રહી. પછી કનાઝનો દીકરો ઓથ્નીએલ મરણ પામ્યો.
12 વળી ઇઝરાયલી લોકોએ યહોવાની દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. અને યહોવાએ મોઆબના રાજા એગ્લોનને ઇઝરાયલની સામે બળવાન કર્યો, કેમ કે યહોવાની દષ્ટિમાં જે ભૂંડું હતું તે તેઓએ કર્યું હતું.
13 અને તેણે આમ્‍મોનીઓને તથા અમાલેકીઓને પોતાની સાથે એકત્ર કર્યા. અને તેણે જઈને ઇઝરાયલીઓને માર્યા, ને તેઓએ ખજૂરીઓનું નગર જીતી લીધું.
14 એમ ઇઝરાયલી લોકોએ અઢાર વર્ષ સુધી મોઆબના રાજા એગ્લોનની તાબેદારી કરી.
15 પણ ઇઝરાયલી લોકોએ યહોવાને પોકાર કર્યો, ત્યારે બિન્યામીની ગેરાનો દીકરો એહૂદ, જે એક ડાબોડિયો માણસ હતો, તેને તેઓના બચાવનાર તરીકે યહોવાએ ઊભો કર્યો. અને ઇઝરાયલી લોકોએ તેની હસ્તક મોઆબના રાજા એગ્લોનને નજરાણું મોકલ્યું.
16 અને એહૂદે પોતાને માટે એક હાથ લાંબી એવી એક બેધારી કટાર બનાવી. અને વસ્‍ત્રની નીચે કમરની જમણી બાજુએ તેણે તે લટકાવી.
17 પછી તેણે મોઆબના રાજા એગ્લોનને નજરાણું કર્યું. એગ્લોન તો શરીરે બહુ પુષ્ટ હતો.
18 નજરાણું કર્યા પછી, તેણે નજરાણું ઊંચકી લાવનાર લોકોને વિદાય કર્યા.
19 પણ પોતે ગિલ્ગાલ પાસેની ખીણોથી પાછો વળ્યો, ને તેણે કહ્યું, “હે રાજા, મારે તને એક ગુપ્ત વાત કહેવી છે.” હજુરિયા તેની પાસેથી જતા રહ્યા.
20 અને એહૂદ તેની પાસે ગયો. તે પોતાની શીતળ ઓરડીમાં એકલો બેઠો હતો. અને એહૂદે તેને કહ્યું, “હું ઈશ્વર તરફથી તારે માટે કંઈક સંદેશો લાવ્યો છું” એટલે તે પોતાના આસન પરથી ઊઠ્યો.
21 ત્યારે એહૂદે પોતાનો ડાબો હાથ લાંબો કરીને પોતાની જમણી બાજુએથી કટાર લઈને તેના પેટમાં ભોકી દીધી.
22 અને ફળ સાથે હાથો પણ અંદર પેસી ગયો, અને ફળની આસપાસ ચરબી ઠરી રહી, કેમ કે તેણે તેના પેટમાંથી કટાર ખેંચી કાઢી નહિ; અને તે પાછળ કૂટી નીકળી.
23 ત્યાર પછી એહૂદ દેવડીમાં ગયો, ને તેણે દીવાનખાનાનાં બારણાં પાછાં બંધ કરીને તેને સાંકળ મારી.
24 હવે તેના બહાર ગયા પછી તેના નોકરો આવ્યા. અને તેઓએ જોયું, તો જુઓ દીવાનખાનાં બારણાંને કળ દીધેલી હતી. અને તેઓએ કહ્યું, “બેશક શીતળ ઓરડીમાં તે હાજતે ગયો હશે.”
25 તેઓએ એટલી બધી વાર વિલંબ કર્યો કે તેઓ શરમાઈ ગયા, અને જુઓ, તે ઓરડીનાં બારણાં તેણે ઉઘાડ્યાં નહિ. તેથી તેઓએ ચાવી લઈને તે ઉઘાડ્યાં. અને જુઓ, તેઓનો ઘણી ભૂમિ પર મરણા પામેલો પડ્યો હતો.
26 તેઓને વાર થઈ એટલામાં એહૂદ નાસીને ખાણોની પેલી બાજુએ ઊતરીને સેઈરા સુધી પહોંચી ગયો.
27 એમ થયું કે ત્યાં આવીને તેણે એફ્રાઈમના પહાડી પ્રદેશમાં રણશિંગડું વગાડ્યું. અને ઇઝરાયલી લોકો તેની સાથે પહાડી પ્રદેશમાંથી ઊતર્યા, ને તે તેઓની આગળ આગળ ચાલતો હતો.
28 અને તેણે તેઓને કહ્યું, “મારી પાછળ આવો, કેમ કે યહોવાએ તમારા વૈરી મોઆબીઓને તમારા હાથમાં સોંપી દીધાં છે.” તેઓએ તેની સાથે જઈને મોઆબ દેશ તરફના યર્દનના આરા કબજે કર્યા ને કોઈને પાર ઊતરવા દીધો નહિ.
29 તે વેળાએ તેઓએ મોઆબના આશરે દશ હજાર પુરુષોને માર્યા, એટલે સર્વ મજબૂત તથા સર્વ શૂરવીર પુરુષને, એક પણ પુરુષ બચી ગયો નહિ.
30 એમ તે દિવસે મોઆબ ઇઝરાયલને તાબે કરાયો. અને એંસી વર્ષ સુધી દેશમાં શાંતિ રહી.
31 તેના પછી આનાથનો દીકરો શામ્ગાર થયો, તેણે બળદ હાંકવાની પરોણીથી છસો પલિસ્તીઓને મારી નાખ્યા. અને તેણે પણ ઇઝરાયલનો બચાવ કર્યો.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×