Bible Versions
Bible Books

Micah 5 (GUV) Gujarati Old BSI Version

1 હે પલટણોની પુત્રી, હવે તું તારી પલટણોસહિત એક્ત્ર થશે. તેણે આપણને ઘેરો નાખ્યો છે. તેઓ ઇઝરાયલના ન્યાયાધીશને ગાલ પર સોટી મારશે.
2 પણ હે બેથલેહેમ એફ્રાથા, જો કે તું એટલું નાનું છે કે યહૂદાનાં ગોત્રોમાં તારી કંઈ ગણતરી નથી, તોપણ તારામાંથી મારે માટે એક એવો પુરુષ ઉત્પન્‍ન થશે કે જે ઇઝરાયલમાં અધિકારી થવાનો છે, જેનો પ્રારંભ પુરાતન કાળથી, હા, અનાદિકાળથી છે.
3 માટે જે પ્રસવવેદનાથી પીડાય છે ત્યારથી તેને પ્રસવ થશે ત્યાં સુધી તે તેમને તજી દેશે. પછી તેના બાકી રહેલા ભાઈઓ ઇઝરાયલ પ્રજાની પાસે પાછા આવશે.
4 તે યહોવાના સામર્થ્યસહિત તથા પોતાના ઈશ્વર યહોવાના નામના પ્રતાપસહિત ઊભો રહીને પોતાના ટોળાનું પાલન કરશે. અને તેઓ કાયમ રહેશે; કેમ કે હવે પૃથ્વીના છેડા સુધી તે મોટો થશે.
5 આપણું શાંતિધામ થશે. જ્યારે આશૂરી સૈન્ય આપણા દેશમાં આવશે, ને જ્યારે તે આપણા મહેલોમાં ફરશે, ત્યારે આપણે તેની સામે સાત પાળકોને તથા આઠ અધિકારીઓને ઊભા કરીશું.
6 તેઓ આશૂર દેશને તરવારથી તથા નિમ્રોદના દેશને તેના નાકામાં ઉજ્‍જડ કરી મૂકશે. અને જ્યારે આશૂરી સૈન્ય આપણા દેશમાં આવીને આપણી હદમાં ફરશે, ત્યારે તે તેના હાથમાંથી આપણને છોડાવશે.
7 ત્યારે યાકૂબના બચેલાઓ ઘણી પ્રજાઓમાં યહોવાએ મોકલેલા ઓસ જેવા તથા ઘાસ ઉપર પડતાં ઝાપટાં જેવા થશે કે, જે મનુષ્યને માટે થોભતાં નથી.
8 યાકૂબના બચેલાઓ ઘણી પ્રજાઓમાં વનનાં પશુઓમાં સિંહના બચ્ચાના જેવા થશે. જે તેઓમાં થઈને જાય તો તેમને કચરી નાખે છે, ને તેમને ફાડીને ટુકડા કરે છે, ને છોડાવનાર કોઈ હોતું નથી.
9 તારો હાથ તારા વૈરીઓ પર ઉગામ, ને તેનાથી તારા સર્વ શત્રુઓ કાપી નંખાય.
10 વળી યહોવા કહે છે, “તે દિવસે હું તારામાંથી તારા ઘોડાઓનો સંહાર કરીશ, તારા રથોનો નાશ કરીશ.
11 હું તારા દેશનાં નગરોને નષ્ટ કરીશ, ને તારા સર્વ કિલ્‍લાઓ પાડી નાખીશ.
12 વળી હું જાદુક્રિયાઓને તારા હાથમાંથી નષ્ટ કરીશ. અને હવે પછી તારામાં જોષીઓ હશે નહિ.
13 હું તારી ઘડેલી મૂર્તિઓને તથા તારા ભજનસ્તંભોને તારામાંથી નષ્ટ કરીશ. અને તું ફરીથી તારા હાથના કૃત્યને કદી ભજશે નહિ.
14 હું તારી અશેરીમને તારામાંથી ઉખેડી નાખીશ; અને હું તારી મૂર્તિઓનો નાશ કરીશ.
15 વળી જે પ્રજાઓને મારું સાંભળ્યું નહિ તેઓ ઉપર હું ક્રોધ તથા રોષથી વૈર વાળીશ.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×