Bible Versions
Bible Books

Numbers 18 (GUV) Gujarati Old BSI Version

1 યહોવાએ હારુનને કહ્યું, “પવિત્રસ્થાનની સેવાની જવાબદારી તારી, તારા પુત્રોની તેમજ લેવી વંશના બીજા બધા માંણસોની છે. સેવામાં દોષ આવે તથા યાજક તરીકેના કાર્યમાં કોઈ પણ દોષ રહે તે તારે તથા તારા પુત્રોને જોવાનું છે. તે જવાબદારી પણ તમાંરી છે.
2 તું અને તારા પુત્રો કરારનાં મંડપમાં સેવા કરો, ત્યારે તારા પિતાએ લેવીના કુળસમૂહના તારા બીજા જાતભાઈઓને પણ સાથે મદદમાં રાખવા.
3 તેઓ તારા હાથ નીચે રહીને તંબુને લગતી બધી જવાબદારી પુરી કરી શકે, માંત્ર તેમણે પવિત્રસ્થાનનાં પાત્રો કે વેદીની નજીક જવું નહિ. જો તેઓ જશે તો તેઓ બધાજ મૃત્યુ પામશે.
4 લેવી વંશ સિવાયના કોઈ પણ વ્યક્તિને તે કામમાં સાથે રાખવો નહિ.
5 “પવિત્રસ્થાનમાં અને વેદી સમક્ષ ફકત યાજકોએ પવિત્ર ફરજો બજાવવાની છે, જેથી ઇસ્રાએલી પ્રજા ઉપર ફરી કદી માંરો કોપ ઊતરશે નહિ.
6 હું તને ફરીથી કહું છું, મેં પોતે બધા ઇસ્રાએલીઓમાંથી તારા કુટુંબી લેવીઓને મુલાકાતમંડપમાં સેવા બજાવવા માંટે પસંદ કર્યો છે. તેઓ મને સમર્પિત થયેલા છે. જે મેં તમને ભેટ આપ્યા છે.
7 પરંતુ વેદીને લગતી અને પડદાની અંદર પરમપવિત્રસ્થાનમાં લગતી યાજક તરીકેની બધી ફરજો તારે અને તારા પુત્રોએ પુરી કરવાની છે. કારણ કે, તમાંરી યાજક તરીકેની સેવા મેં તમને ભેટો તરીકે આપી છે. બીજુ કોઈ જે માંરા પવિત્રસ્થાનની નજીક આવે તો તેને મૃત્યુદંડની શિક્ષા કરવી.”
8 વળી યહોવાએ હારુનને કહ્યું, “મને અર્પણ કરવામાં આવેલ બધી વસ્તુઓ મેં યાજકોને આપી છે. ઇસ્રાએલી પ્રજા મને જે કઈ ધરાવશે તે હું તારા ભાગ તરીકે તને અને તારા વંશજોને કાયમ માંટે આપું છું.
9 અગ્નિમાં હોમવામાં આવેલા અર્પણનાં ભાગો સિવાય બધા અતિ પવિત્ર અર્પણો તારા ગણાશો; બધા ખાદ્યાર્પણો, પાપાર્થાર્પણો અને દોષાર્થાર્પણો બધા પવિત્ર અર્પણો તારા અને તારા વંશજોના ગણાશે.
10 તારે અર્પણો ફકત પવિત્રસ્થાનમાં જમવા. અને તે પણ ફકત પુરુષોએ જમવા; અને તારે પવિત્ર ગણવા.
11 “ઇસ્રાએલીઓ મને બીજા જે ઉચ્છાલીયાર્પણો ધરાવે તે પણ તારા ગણાશે. તે પણ હું તને અને તારાં પુત્રપુત્રીઓને કાયમ માંટે આપું છું. માંત્ર તે સમયે જે અશુદ્ધ હોય તે સિવાયના તમાંરાં કુટુંબના સર્વ સભ્યો જમી શકે.
12 “અને યહોવાને અર્પણ કરવા માંટે લોકો પાકના પ્રથમ ફળ લાવે. ઉત્તમ જૈતતેલ, બધો ઉત્તમ નવો દ્રાક્ષારસ અને ઘઉ. તે બધા તારે લેવાં.
13 લોકો પોતાની ભૂમિના પ્રથમ પાક તરીકે જે કંઈ મને ધરાવવા લાવે તે બધુ તારું થશે. તમાંરાં કુટુંબના બધાં સભ્યો તે જમી શકે. સિવાય કે તે સમયે જે અશુદ્ધ હોય.
14 “ઇસ્રાએલમાં મને સમર્પિત પ્રત્યેક વસ્તુઓ તારી છે.
15 “તેઓ મને પ્રથમજનિત બાળકો અને પશુઓ અર્પણ કરે તે પણ તારાં છે. છતાં પ્રત્યેક પ્રથમજનિત બાળકની તથા અશુદ્ધ પ્રાણીની કિંમત લઈને તારે તેમને મુકત કરવાં.
16 પ્રત્યેક પ્રથમજનિત બાળકને મુકત કરવાની કિંમતરૂપે અધિકારયુક્ત અધિકૃત માંપ પાંચ શેકેલ ચાંદી લેવી. અને બાળક એક મહિનાનું થાય ત્યારે તેને મુક્ત કરવું.
17 “પરંતુ ગાય, ઘેટા, અને બકરાના પ્રથમજનિતોને બદલામાં નાણાં લઈને મુકત કરવાં, કારણ કે, તેઓ સંપૂર્ણપણે યહોવાને સમર્પિત છે. તારે તેમનું લોહી વેદી પર છાંટવું અને તેમની ચરબી અર્પણ તરીકે હોમવી. તેની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે.
18 પરંતુ આરત્યર્પણ તરીકે ધરાવવામાં આવેલા પ્રાણીની છાતી અને જમણી જાંઘની જેમ એનું માંસ તારું ગણાશે.
19 વેદી આગળ યહોવાને અર્પણ માંટે ઇસ્રાએલીઓ જે કોઈ પવિત્ર ભેટો ધરાવે તે બધી કાયમ માંટે તને, અને તારાં પુત્ર અને પુત્રીઓને આપેલ છે. તારી અને તારા વંશજોની સાથે મેં કરેલો કાયમી કરાર છે, જેનો કદી ભંગ થઈ શકે નહિ.”
20 યહોવાએ હારુનને કહ્યું, “તમને યાજકોને બીજા ઇસ્રાએલીઓની જેમ તમાંરી પોતાની ભૂમિ કે ભૂમિમાં ભાગ હોય નહિ. કારણ કે હું ઇસ્રાએલીઓ મધ્યે તમાંરો હિસ્સો અને તમાંરો વારસો છું.
21 “લેવીઓ મુલાકાત મંડપની જે સેવા બજાવે છે તેના બદલામાં હું તેમને ઇસ્રાએલમાંથી ઉઘરાવાતી બધી વસ્તુઓનો દશમો ભાગ આપું છું.
22 હવે પછી યાજકો અને લેવીઓ સિવાય અન્ય કોઈ પણ ઇસ્રાએલી મુલાકાત મંડપમાં પ્રવેશ કરશે નહિ. જો પ્રવેશ કરશે તો મોતની સજા વહોરી લેશે.
23 મુલાકાત મંડપની સેવા ફકત લેવીઓએ કરવી અને તેની બધી જવાબદારી ઉઠાવવી. કાયમી કાનૂન છે અને તમાંરા વંશજોને પણ બંધનકર્તા છે.
24 લોકોએ તેમની પાસે જે કાઈ હોય તેનો દશમો ભાગ યહોવાને અર્પણ કરવા. તે અર્પણો લેવીઓના છે. તે હું તેમને તેમના વારસા તરીકે આપુ છું; તેથી મેં શબ્દો લેવીઓ વિષે કહ્યાં હતાં, તેઓને બીજા ઇસ્રાએલીઓની જેમ જમીન જાગીર મળે નહિ.”
25 યહોવાએ મૂસાને કહ્યું,
26 “તું લેવીઓને જણાવ કે, મેં તમાંરે માંટે ઠરાવેલો ઇસ્રાએલીઓ તરફથી મળવો જોઈતો દશમો ભાગ મને વિશેષ ભેટ તરીકે ધરાવવો.
27 આમ યહોવાને અર્પણ કરવામાં આવેલું અનાજ અને દ્રાક્ષારસ જાણે કે તમાંરી પ્રથમ પાકનું અર્પણ છે અને તમાંરી પોતાની સંપતિમાંથી અર્પણ કરેલું છે તેમ યહોવા તેનો સ્વીકાર કરશે.
28 રીતે ઇસ્રાએલીઓ તરફથી તમને મળેલા દશમાં ભાગમાંથી માંરે માંટે એક ભાગ જુદો કાઢી મુકશો, તો તે તમાંરી કમાંણીનો દશમો ભાગ મને અર્પણ તરીકે ગણાશે. તમે માંરે માંટે જુદો રાખેલો ભાગ યાજક હારુનને આપજો.
29 તમને જે મળે તેમાંથી જે શ્રેષ્ઠ છે તે યહોવાનો ભાગ બને છે.
30 “મૂસા, લેવીઓને કહો! તે જાણો તમાંરી જમીનની તથા દ્રાક્ષાકુંડની ઊપજનો દશમો ભાગ હોય તેમ ગણવામાં આવશે.
31 હારુન અને તેના પુત્રો તથા તેઓનાં કુટુંબો પોતપોતાનાં ઘરોમાં અથવા પોતાને ગમે તે જગ્યાએ તેઓ તેને જમી શકશે, કારણ કે મુલાકાત મંડપમાંની તેઓની સેવાનું તે વેતન ગણાશે, બદલો ગણાશે.
32 તમે પ્રમાંણે યાજકોને તમાંરો દશાંશ શ્રેષ્ઠ ભાગ આપશો, તો પછી ઇસ્રાએલીઓએ ધરાવેલી પવિત્ર ભેટો ભ્રષ્ટ કરવાનો દોષ તમાંરે માંથે આવશે નહિ, અને તમાંરે મૃત્યુ પામવું પડશે નહિ.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×