Bible Versions
Bible Books

Psalms 126 (GUV) Gujarati Old BSI Version

1 ચઢવાનું ગીત. જ્યારે યહોવા બંદીવાસમાં પડેલાઓને સિયોનમાં પાછા લાવ્યા, ત્યારે અમે સ્વપ્ન જોયું હોય તેમ અમને લાગ્યું.
2 ત્યારે અમારું મુખ હસ્યા કરતું હતું, અને અમારી જીભ ગાયન કર્યા કરતી હતી; ત્યારે વિદેશીઓએ કહ્યું, “યહોવાએ તેને માટે ભારે કામ કર્યાં છે.”
3 યહોવાએ અમારે માટે ભારે કામ કર્યાં છે, જેથી અમે આનંદ પામીએ છીએ.
4 દક્ષિણનાં નાળાંમાં પાણી ચઢે છે, તેમ, હે યહોવા, અમારા બંદીવાસમાં પડેલાઓને પાછા લાવજો.
5 જેઓ આંસુ પાડતાં પાડતાં વાવે છે તેઓ હર્ષનાદસહિત લણશે.
6 જે કોઈ મુઠ્ઠીભર બી લઈને રડતો રડતો વાવવા જાય છે, તે પોતાની સાથે પૂળીઓ લઈને ખરેખર આનંદભેર પાછો આવશે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×