Bible Versions
Bible Books

Psalms 48 (GUV) Gujarati Old BSI Version

1 ગાયન; કોરાના દીકરાઓનું ગીત. આપણા ઈશ્વરના નગરમાં, તેમના પવિત્ર પર્વતમાં, યહોવા મોટા તથા ઘણા સ્તુત્ય છે.
2 મોટા રાજાનું નગર, ઉત્તર બાજુએ, ઊંચાઈમાં ખૂબસૂરત, અને આખી પૃથ્વીના આનંદરૂપ સિયોન પર્વત છે.
3 તેમના મહેલમાં ઈશ્વરે પોતાને આશ્રયરૂપે જાહેર કર્યા છે.
4 કેમ કે રાજાઓ ભેગા થયા, તેઓ એકત્ર થઈને ચાલ્યા ગયા.
5 તેઓએ તે જોયું ત્યારે તેઓ વિસ્મય પામ્યા; તેઓને દહેશત લાગી, અને તેઓ ત્વરાથી જતા રહ્યા.
6 ત્યાં તેમને ધ્રુજારી છૂટી; તથા પ્રસૂતિવેદના જેવું કષ્ટ થયું.
7 તમે પૂર્વના વાયુએ તાર્શિશનાં વહાણોને ભાંગી નાખો છો.
8 આપણે સાંભળ્યું હતું તેમ સૈન્યોના સરદાર યહોવાના નગરમાં, આપણા ઈશ્વરના નગરમાં, આપણે જોયું છે; ઈશ્વર સદાકાળ તેને સ્થિર રાખશે. (સેલાહ)
9 હે ઈશ્વર, અમે તમારા મંદિરમાં તમારી કૃપા વિષે વિચાર કર્યો છે.
10 હે ઈશ્વર, જેવું તમારું નામ છે તેવી તમારી સ્તુતિ પણ પૃથ્વીની સીમા પર્યંત જાય છે; તમારો જમણો હાથ ન્યાયીપણાથી ભરેલો છે.
11 તમારાં ન્યાયનાં કાર્યોથી સિયોન પર્વત આનંદ પામો, અને યહૂદિયાની દીકરીઓ હરખાઓ.
12 સિયોનની આસપાસ જઈને તેની પ્રદક્ષિણા કરો; તેના બુરજોની ગણતરી કરો.
13 તેનો કોટ બરાબર ધ્યાનમાં લો, તેના મહેલો પર લક્ષ આપો; જેથી તમે આવતી પેઢીને તે વિષે કહી શકો.
14 કેમ કે ઈશ્વર આપણા સનાતન ઈશ્વર છે; તે મરણ પર્યંત આપણા દોરનાર થશે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×