Bible Versions
Bible Books

Song of Solomon 1 (GUV) Gujarati Old BSI Version

1 સુલેમાનનું સર્વોતમ ગીત. પ્રેમિકા પોતાના પ્રેમીને:
2 તારા ચુંબનોથી તું મને નવડાવી દે; કારણ તારો પ્રેમ દ્રાક્ષારસથી ઉત્તમ છે.
3 તારા અત્તરની ખુશ્બો કેવી સરસ છે! તારું નામ અત્તર જેવું મહાન છે! તેથીજ બધી કુમારિકાઓ તને પ્રેમ કરે છે!
4 હે મારા પ્રેમી, મને લઇ જા તારી સાથે; ચાલ, ચાલને આપણે ભાગી જઇએ, રાજા મને તેના રાજમહેલમા લાવ્યો છે.ઓહ! અહીં આપણે કેવો આનંદ માણીશું અમે તારા માટે ખૂબ ખુશ થઇશું અને તારી પ્રસંશા કરીશું. તારો પ્રેમ; દ્રાક્ષારસથી પણ વધારે સારો છે, બધી યુવાન સ્ત્રીઓ તને શુભ આશયથી પ્રેમ કરે છે.
5 હે યરૂશાલેમની દીકરીઓ, હું રંગે શ્યામ છતાં સ્વરૂપવાન છું, મારી શ્યામલતા કેદારના તંબુઓના જેવી અથવા સુલેમાનના તંબૂના પડદાઓ સમાન છે.
6 હું રંગે શ્યામ છું તેથી મારી સામે એકીટશે જોશો નહિ. સૂર્યના તડકાએ મને બાળી નાખી છે; મારા ભાઇઓ પણ કોપાયમાન થયા હતા; અને દ્રાક્ષાવાડીની રખેવાળી કરવા ત્યાં મને મોકલી આપી. તેથી હું શ્યામ થઇ ગઇ, મેં મારી પોતાની દ્રાક્ષાવાડી સંભાળી નથી.
7 હે પ્રાણપ્યારા, મને જણાવ તો ખરો કે, આજે ઘેટાં-બકરાં ચરાવવા કયાં જઇ રહ્યો છે? તેમને બપોરે વિસામો ક્યાં આપે છે તે તો કહે; તારા સાથીદારોના ટોળાની સાથે બુરખાવાળી સ્રીની જેમ હું ભટકું તે કરતાં તારી સંગત સારી છે.
8 હે વિશ્વસુંદરી! જો તને ખબર ના હોય તો, ટોળાને પગલે પગલે, ભરવાડના નેસડા સુધી આવજે, અને ત્યાં તારાઁ ઘેટાં ને લવારાં ચારજે.
9 મારી પ્રિયતમા! મેં તને સરખાવી છે, ફારુનના રથોના ઘોડાની સુંદરતા સાથે.
10 તારા ગાલ પર તારા આભૂષણો સુંદરતાથી લટકે છે અને તારી ગરદન હીરા જડિત હારો થી ચમકે છે.
11 અમે તારા માટે રૂપું જડેલા સોનાના આભૂષણો બનાવડાવીશું .
12 રાજાએ મેજ ગોઠવ્યું છે અને તેને તેજાના વડે સરસ સુગંધીત કર્યુ છે.
13 મારો પ્રીતમ મારા સ્તનોની વચ્ચે કસ્તુરીની થેલી જેવો લાગે છે.
14 મને મારો પ્રીતમ, એન. ગેદીની મેંદીનાઁ પુષ્પગુચ્છ જેવો લાગે છે.
15 મારી પ્રિયતમ, તું કેટલી સુંદર લાગે છે, હા ખરેખર ખુબ સુંદર! અને તારી આંખો પણ કેવી પારેવા જેવી નમણી લાગે છે.સ્ત્રીનાં વચન:
16 હે પ્રીતમ, તું સુંદર છે, તું મનોહર છે; વળી આપણો પલંગ પણ લીલાછમ ઘાસની જેમ છે.
17 આપણા ઘરના ધાબાના મોભ એરેજ વૃક્ષો અને આપણી છતની વળીઓ દેવદાર વૃક્ષોના બનેલા છે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×